લોકસભા ચૂંટણીમા ભાજપને દાનની રકમની સૌથી વધુ રકમ મળી છે પાર્ટી માલામાલ થઇ છે લોકોએ ભરપુર દાન આપ્યુ છે. 2024ની લોકસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી (BJP)ને દાન ગયા વર્ષની સરખામણીમાં 87 ટકા વધીને રૂ. 3,967.14 કરોડ થયું છે, જ્યારે પાર્ટીના કુલ હિસ્સામાં ચૂંટણી બોન્ડનો હિસ્સો ઘટીને અડધાથી પણ ઓછો થઈ ગયો છે. 2023-2024 માટે ભાજપના વાર્ષિક ઓડિટ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું. ચૂંટણી પંચ દ્વારા સોમવારે પ્રકાશિત વાર્ષિક અહેવાલમાં જણાવાયું છે કે ભાજપને આપવામાં આવેલ સ્વૈચ્છિક યોગદાન 2022-2023માં રૂ. 2,120.06 કરોડથી વધીને 2023-2024માં રૂ. 3,967.14 કરોડ થયું છે.
રિપોર્ટ અનુસાર, ભાજપને ઈલેક્ટોરલ બોન્ડના રૂપમાં 1685.62 કરોડ રૂપિયા મળ્યા છે, જે તેના કુલ યોગદાનના 43 ટકા છે. તે જ સમયે, 2022-2023માં, પાર્ટીને ચૂંટણી બોન્ડના રૂપમાં 1294.14 કરોડ રૂપિયા મળ્યા હતા, જે કુલ યોગદાનના 61 ટકા હતા. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમને ગેરબંધારણીય જાહેર કરીને તેને રદ કરી દીધી હતી.
રિપોર્ટ અનુસાર, લોકસભા ચૂંટણી વર્ષ માટે સામાન્ય પ્રચાર પર ભાજપનો ખર્ચ અપેક્ષા મુજબ વધીને રૂ. 1754.06 કરોડ થયો છે જે ગયા વર્ષના રૂ. 1092.15 કરોડ હતો. તેમાંથી 591.39 કરોડ રૂપિયા જાહેરાતો અને પ્રચાર પાછળ ખર્ચવામાં આવ્યા હતા. દાનની બાબતમાં કોંગ્રેસ ભાજપ કરતાં ઘણી પાછળ રહી હોવા છતાં ચૂંટણીના વર્ષમાં તેના દાનમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો.
કોંગ્રેસને કેટલું દાન મળ્યું અને કેટલો ખર્ચ થયો?
કોંગ્રેસના વાર્ષિક અહેવાલમાં જણાવાયું છે કે પાર્ટીનું દાન 2022-2023માં રૂ. 268.62 કરોડથી 320 ટકા વધીને 2023-2024માં રૂ. 1,129.66 કરોડ થયું છે. પાર્ટીને મળેલા કુલ દાનમાં ઈલેક્ટોરલ બોન્ડનો હિસ્સો 73 ટકા હતો, જે 828.36 કરોડ રૂપિયા છે, જ્યારે 2022-2023માં તે 171.02 કરોડ રૂપિયા હતો. કોંગ્રેસનો ચૂંટણી ખર્ચ ગત વર્ષના રૂ. 192.55 કરોડથી વધીને રૂ. 619.67 કરોડ થયો છે.
ગયા અઠવાડિયે ચૂંટણી પંચ દ્વારા પ્રકાશિત 2023-2024 માટે ટીએમસીના વાર્ષિક ઓડિટ રિપોર્ટ અનુસાર, પાર્ટીની આવક ગયા વર્ષની સરખામણીમાં રૂ. 333.46 કરોડથી વધીને રૂ. 646.39 કરોડ થઈ છે. પાર્ટીને લગભગ 95 ટકા દાન ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા મળ્યા હતા.