BJP ના સદસ્યતા અભિયાન પર ફરી વિવાદ, ધરમપુરમાં કોંગ્રેસના અગ્રણીઓ બની ગયા ભાજપના સભ્ય!

By: nationgujarat
19 Sep, 2024

ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશભરમાં સદસ્યતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પરંતુ ગુજરાતમાં પાર્ટીના કાર્યકર્તાઓ સભ્ય બનાવવા માટે અનેક ગતકડાં કરી રહ્યાં છે, જેથી સતત વિવાદ થઈ રહ્યો છે. સ્કૂલના બાળકોને ભાજપના સભ્ય બનાવવામાં આવ્યા હોય કે હોસ્પિટલમાં આવતા દર્દીઓને ભાજપના સભ્યો બનાવી દેવામાં આવ્યા હોય, આ મુદ્દે સતત વિવાદ થઈ રહ્યો છે. હવે નવો વિવાદ વલસાડના ધરમપુરમાં જોવા મળ્યો છે. અહીં કોંગ્રેસના નેતાને ભાજપના સભ્ય બનાવી દેવામાં આવ્યા છે.

હવે વલસાડમાં થયો વિવાદ
ગુજરાત ભાજપનું સદસ્યતા અભિયાન જ્યારથી શરૂ થયું છે ત્યારથી વિવાદમાં આવ્યું છે. મહેસાણા,ભાવનગર, સુરેન્દ્રનગર, વલસાડમાં ભાજપનું સદસ્યતા અભિયાને વિવાદ ઉભો કર્યો છે. હવે વલસાડના ધરમપુરમાં કોંગ્રેસના અગ્રણીઓ ભાજપના સભ્ય બની ગયાની તસવીરો અને મેસેજ વાયરલ થયો છે. કોંગ્રેસના સેવાદળના પ્રમુખ રમેશ પટેલ અને પૂર્વ કારોબારી સભ્ય રાજેશ પટેલ ભાજપના સભ્ય બન્યા હોવાની તસવીરો વાયરલ થઈ છે.જો કે રાજકારણ ગરમાતા રમેશ પટેલ અને રાજેશ પટેલે ખુલાસો કર્યો અને ધારાસભ્ય અરવિંદ પટેલ પર આક્ષેપો કર્યા છે. તેમણે કહ્યું કે સહમતિ વિના જ ભાજપના સભ્ય બનાવવામાં આવ્યા છે. આક્ષેપ-પ્રતિઆક્ષેપથી રાજકારણ ગરમાયું છે. ભાજપના સદસ્યતા અભિયાનમાં ટાર્ગેટ પૂર્ણ કરવાનો હોવાથી નેતાઓ અવનવા ગતકડા અપવાની રહ્યા છે તેવો આક્ષેપ થયો છે.


Related Posts

Load more