“બિગ બોસ” ના ચાહકોની રાહ આખરે પૂરી થઈ ગઈ છે. “બિગ બોસ 20” ટૂંક સમયમાં ટીવી અને OTT પ્લેટફોર્મ પર આવશે. નિર્માતાઓએ શોનો સત્તાવાર પ્રોમો રિલીઝ કર્યો છે, જેમાં પ્રીમિયર તારીખ પણ જાહેર કરવામાં આવી છે. શોમાં ફરી એક વખત સલમાન ખાનની ધમાકેદાર એન્ટ્રી બતાવવામાં આવી છે. શોમાં સલમાન ખાન તેની આઇકોનીક ફિલ્મ કરણ અર્જૂન ના લુકમાં ઘોડામાં બેસીને એન્ટ્રી કરે છે અને તેની સ્ટાઇલમાં કહે છે કે જે કરણ અર્જૂનમાં થયુ તે ફરી થશે સલમાન ખાને ‘બિગ બોસ 20’ વિશે કહ્યું, “બિગ બોસની દરેક સીઝન એક નવી રમત, નવી ગતિશીલતા અને અણધાર્યા ટ્વિસ્ટ લઈને આવે છે. પરંતુ આ સીઝનમાં કેટલાક ટ્વિસ્ટ હશે જે તેને પાછલી બધી સીઝન કરતા સંપૂર્ણપણે અલગ બનાવશે. પહેલા સંકેતો પહેલાથી જ છે, તમારે તેને બે વાર કાળજીપૂર્વક જોવાની જરૂર છે. ટીઝર ફક્ત શરૂઆત છે; હજુ ઘણું બધું આવવાનું બાકી છે.”
BIG BOSS -20 ની શરૂઆત 6 સપ્ટેમ્બરથી થશે. રાતે 9 વાગે જીયો હોટસ્ટારમાં આવશે અને કલર્સ ટીવીમાં રાતે 10.30 વાગ્યે ટેલીકાસ્ટ થશે શો.
આ વખતે, ઘણા લોકપ્રિય સોશિયલ મીડિયા સ્ટાર્સ અને ટીવી હસ્તીઓ આ શોમાં જોડાશે તેવી અફવા છે. અહેવાલો અનુસાર, “બિગ બોસ 20” માટે જન્નત ઝુબૈર, ઉર્ફી જાવેદ, ફૈઝલ શેખ (શ્રી ફૈસુ), અંજલી અરોરા, કુશલ તંવર (ગુલ્લુ), રુરુ ઠાકુર, શાંતિ શર્મા અને રિધિમા ગુપ્તા (રિધિમા) નો સંપર્ક કરવામાં આવ્યો છે. જોકે, હજુ સુધી કોઈ નામની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.