ભારતનો શ્રીલંકા પ્રવાસ 15 ઓગસ્ટથી શરૂ થવાનો છે. આ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની ટીમ પહેલાથી જ જાહેર થઈ ગઈ હતી, પરંતુ હવે ભારતીય ટીમમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. BCCI એ ભારતીય ટેસ્ટ ટીમમાં આકિબ નબીનો સમાવેશ કર્યો છે. આ પહેલી વાર છે જ્યારે આકિબને ટીમ ઈન્ડિયામાં તક આપવામાં આવી છે. આકિબ નબી સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહનું સ્થાન લેશે. બુમરાહને અગાઉ શ્રીલંકા પ્રવાસ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ ઈજાને કારણે તે હવે ટેસ્ટ શ્રેણીમાં રમી શકશે નહીં. આવી સ્થિતિમાં, ટીમે એક મોટું પગલું ભર્યું છે અને આકિબ નબીને તક આપી છે, BCCI એ આ જાહેરાત કરી છે.
BCCI એ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે જસપ્રીત બુમરાહને શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણીમાંથી બહાર કરવામાં આવ્યો છે કારણ કે તે ઇંગ્લેન્ડ સામેની ODI શ્રેણી દરમિયાન ડાબા ઘૂંટણની ઈજામાંથી હજુ સુધી સંપૂર્ણપણે સ્વસ્થ થયો નથી. પુરુષોની પસંદગી સમિતિએ બુમરાહની જગ્યાએ આકિબ નબીનો ટીમમાં સમાવેશ કર્યો છે. આ પહેલી વાર છે જ્યારે જમ્મુ અને કાશ્મીરના ફાસ્ટ બોલરને સિનિયર રાષ્ટ્રીય ટીમમાં બોલાવવામાં આવ્યો છે. નબીએ છેલ્લા બે રણજી ટ્રોફી સિઝનમાં કુલ ૧૦૪ વિકેટ લીધી છે, જેમાં ૨૦૨૫-૨૬ સિઝનમાં ૬૦ વિકેટનો સમાવેશ થાય છે. તેમણે જમ્મુ અને કાશ્મીરની પ્રથમ રણજી ટ્રોફી જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેઓ તાજેતરમાં શ્રીલંકાના પ્રવાસે ગયેલી ભારત A ટીમનો પણ ભાગ હતા, જ્યાં તેમણે બે ફર્સ્ટ-ક્લાસ મેચમાં ૬ વિકેટ લીધી હતી.
આકિબ નબી ઘરેલુ ક્રિકેટમાં એક જાણીતું નામ છે. ૨૯ વર્ષીય ખેલાડીએ ૪૩ ફર્સ્ટ-ક્લાસ મેચ રમી છે, જેમાં ૭૧ ઇનિંગ્સમાં ૧૮.૬૩ ની પ્રભાવશાળી સરેરાશથી ૧૬૨ વિકેટ લીધી છે. એક ઇનિંગ્સમાં તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન ૨૪ રનમાં ૭ વિકેટ છે. આકિબ બેટ અને બોલ બંનેથી યોગદાન આપવા સક્ષમ છે. ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં તેમના ૯૯૯ રન છે, જેમાં બે અડધી સદીનો સમાવેશ થાય છે.
શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણી માટે ભારતની અપડેટેડ ટીમઃ શુભમન ગીલ – કેપ્ટન, કે.એલ રાહુલ – વાઇસ કેપ્ટન, યશસ્વી જયસ્વાલ, ઋષભ પંત , સાઇ સુદર્શન , ધ્રુવ જુરેલ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, માનવ સુથાર, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કુષ્ણા, ગુરનૂર બરાડ, દેવદત પડિકલ, સારાંશ જૈન, આબિક નવી
शुभमन गिल (कप्तान), केएल राहुल (उप-कप्तान), यशस्वी जयसवाल, ऋषभ पंत (विकेटकीपर), साई सुदर्शन, ध्रुव जुरेल (विकेटकीपर), रवींद्र जडेजा, कुलदीप यादव, मानव सुथार, मोहम्मद सिराज, प्रसिद्ध कृष्णा, गुरनूर बराड़, देवदत्त पडिक्कल, सारांश जैन, आकिब नबी।