અફઘાનિસ્તાનના વિદેશમંત્રી આમિર ખાન મુત્તકી ભારતના ઐતિહાસિક પ્રવાસે છે. શુક્રવારે વિદેશમંત્રી એસ જયશંકર અને મુત્તકી વચ્ચે ખુબ જ મહત્વની વાતચીત થઈ. વિદેશમંત્રી એસ જયશંકરે કહ્યું કે અફઘાનિસ્તાનની સંપ્રભુતા, ક્ષેત્રીય અખંડિતતા અને સ્વતંત્રતા માટે ભારત સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ તથા એમ પણ કહ્યું કે ભારત જલદી કાબુલમાં પોતાનું દૂતાવાસ ખોલશે. અત્રે જણાવવાનું કે ચાર વર્ષ પહેલા અશરફ ગનીના અફઘાનિસ્તાનથી ભાગવા અને તાલિબાનના કબજા બાદ ભારતે પોતાનું દૂતાવાસ કાબુલમાં બંધ કરી દીધુ હતું. નોંધનીય છે કે હાલ અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે પણ સબંધ તણાવપૂર્ણ છે. આવામાં ભારત અને અફઘાનિસ્તાનની નીકટતા પાકિસ્તાન માટે એક મોટો પડકાર બની ગયો છે.
કાબુલમાં દૂતાવાસ
ભારતે કાબુલમાં પોતાના ટેક્નિકલ મિશનને દૂતાવાસનો દરજ્જો આપવાની જાહેરાત કરી છે. આ બંને દેશો માટે ખુબ મોટું ને મહત્વપૂર્ણ રાજકીય પગલું છે. વિદેશમંત્રી એસ જયશંકરે અફઘાનિસ્તાનના પ્રતિનિધિમંડળનું દિલ્હીમાં ઉષ્માભર્યું સ્વાગત કર્યું. બેઠક દરમિયાન ભારતની સુરક્ષા પ્રત્યે અફઘાનિસ્તાનની સંવેદનશીલતાને બેરદાવી. તેમણે કહ્યું કે આ મુસાફરી બંને દેશોના સંબંધોને આગળ વધારવામાં એક પગલું છે. વ્યક્તિગત મુલાકાતનું વિશેષ મહત્વ છે કારણ કે તેનાથી દ્રષ્ટિકોણ બદલાય છે અને સંયુક્ત હિત સમજમાં આવે છે.