ગુજરાતમાં અસામાજીક પ્રવૃતિઓ આચારનારઓ વિરુદ્ધ ભાવનગર પોલીસે એક અંત્યત મહત્વનો અને ઐતિહાસિક નિર્ણય કર્યો છે. રાજ્યમાં કદાચ પ્રથમ વખત કિસ્સો બન્યો હશે કે, કાયદાની નવી કલમનો ઉપયોગ કરીને ગુનાહિત પ્રવૃતિથી કમાણી કરીને વસાવેલ મિલકત જપ્ત કરવાની પ્રક્રિયા હાથ ધરાઇ છે. ભાવનગર પોલીસે સ્પા સેન્ટરની આડમાં માનવ તસ્કરીનું રેકેટ ચલાવી કરોડો રૂપિયા કમાનાર મહિલા સ્પા સંચાલકની અંદાજે 80 લાખ રૂપિયાની પ્રોપર્ટી જપ્ત થઇ છે.
ભાવનગર ગ્રામ્ય એએસપી ધનશ્યામ ગૌતમ દ્વારા અસામાજીક પ્રવતિઓ વિરુદ્ધ ઝીરો ટોલરેન્સ ની નીતી અપનાવી કડક કાર્યવાહી હાથ ધરી છે. અગાઉ દેહવ્યાપાર અને સ્પા સેન્ટરો પર પાડવામાં આવેલા દરોડા દરમિયાન શબાનાબેન ફારૂકભાઇ થીમ નામની મહિલા સંચાલક ઝડપાઇ ગઇ છે. આરોપી સામે તપાસ કરતા માલુમ પડ્યુ કે આરોપી શબાનાએ માનવ તસ્કરી અને દેહવેપાર જેવા ગંભીર ગુનાઓ આચરીને ગેરકાયદેસર રીતે મોટા પ્રમાણમાં રૂપિયા બનાવી મિલકતો ખરીદી છે.
આરોપી ની ગેરકાયદેસર કમાણી સામે પોલીસે નવો કાયદો ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા ની કમલ 107 હેઠળ ગુનાહીત આવકમાંથી ઉભી કરેલ 80 લાખ રૂપિયાની મિલકત જપ્ત કરવાની કાયદાકીય પ્રવૃતિ હાથ ધરી છે. ગુજરાતમાં આ પ્રકારની પ્રથમ કાર્યવાહી હાથ ઘરવામાં આવી છે. પોલીસની આ કાર્યવાહી સામે સ્પાની આડમાં ગોરખધંધા ચલાવનાર ને હવે ફફડાટ ફેલાયો છે. પોલીસની આ કાર્યવાહીથી સ્પષ્ટ છે કે ગુનાહીત પ્રવૃતિથી કમાણી કરનાર સામે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી છે.