ભાદરવી પુનમને લઈ અંબાજી મંદિરમાં દર્શનના સમયમાં વધારો

By: nationgujarat
08 Sep, 2024

Ambaji Temple: યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પુનમનાં મેળાનો તારીખ 12 સપ્ટેમ્બરથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ ભાદરવી પુનમનો મેળો 18 સપ્ટેમ્બર સુધી 7 દિવસ ચાલશે. આ મેળા માં આવતાં લાખ્ખો પદયાત્રીઓને શાંતી અને સરળતાથી દર્શનનો લાભ સરળતાથી મળી શકે તે માટે મેળાનાં આ સાત દિવસ માંટે દર્શન આરતીનાં સમયમાં ફેરફાર કરાયો છે.

મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવનાર હોઈ તમામ ને દર્શનનો લાભ મળી રહે તેમાટે દર્શન નાં સમય માં પણ વધારો કરાયો છે. જે આરતી સવારે 07.30 કલાકે થતી હતી તેનાં બદલે મેળા નાં મેળાના સાતે દિવસ સવાર ની આરતી 06.00 થી 06.30 સુધી થશે. સવારે દર્શન 06.30 થી 11.30 કલાક સુધી. જ્યારે બપોરે દર્શન 12.30 થી સાંજ નાં 05.00 કલાક સુધી ખુલ્લા રહેશે. સાંજની આરતી 07.00 થી 07.30 સુધી અને રાત્રીનાં દર્શન સાંજે 07.30થી રાતનાં 09.00ના બદલે મોડી રાત્રીના 12.00 કલાક સુધી મંદિર ખુલ્લા રાખવાનો નિર્ણય ટ્રસ્ટ દ્વારા લેવાયો છે.

સવારે આરતી- 06.00 થી 06.30
સવારે દર્શન- 06.30 થી 11.30
બપોરે દર્શન- 12.30 થી સાંજ નાં 05.00
સાંજે આરતી- 07.00 થી 07.30
સાંજે દર્શન- 07.30 થી મોડી રાતનાં 12.00 કલાક સુધી રહેશે.


Related Posts

Load more