(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. nationgujarat.com તેની પુષ્ટિ કરતું નથી
Barmasi Flower Uses and Benefits: ગાર્ડનની સુંદરતા વધારે તેવા અલગ અલગ પ્રકારના છોડમાંથી બારમાસી પણ એક છોડ છે. આ છોડમાં આવતા ફૂલને બારમાસી કે સદાબહાર ફૂલ કહેવાય છે. કારણકે તે બારે મહિના ખીલે છે. બારમાસી ફુલ દેખાવમાં આકર્ષક હોવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. આયુષ મંત્રાલય બારમાસી અંગે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી જેમાં આ ફૂલ ખાવાના ફાયદા વિશે જણાવવામાં આવ્યું હતું. આજે તમને બારમાસી ફૂલના ફાયદા વિશે જણાવીએ.
બારમાસી ફૂલ અંગે આયુષ મંત્રાલય સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી. જેમાં વિવિધ પ્રકારની રિસર્ચના આધારે સદાબહાર ફૂલને ગુણકારી ગણવામાં આવ્યા છે. આયુષ મંત્રાલયના જણાવ્યા અનુસાર સાવધાની પૂર્વક બારમાસી ફૂલનો ઉપયોગ કરવામાં આવે તો તે ત્રણ ગંભીર સમસ્યામાં ફાયદાકારક સાબિત થાય છે.
હાર્ટ માટે ફાયદાકારક
કેટલીક રિસર્ચમાં એ વાત સામે આવી છે કે સદાબહાર ફુલ ખાવાથી બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવામાં મદદ મળી શકે છે. આ ફૂલ હાર્ટના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ગણાય છે. નિયમિત રીતે મર્યાદિત માત્રામાં સદાબહાર ફૂલનું સેવન કરવું શરીર માટે લાભકારી છે તેનાથી શરીરમાં બ્લડ ફ્લો યોગ્ય રીતે થાય છે. આ ફૂલ હાર્ટ હેલ્ધી રાખવામાં મદદ કરે છે.
ડાયાબિટીસ માટે ફાયદાકારક
સદાબહાર ફુલ ડાયાબિટીસ માટે પણ ફાયદાકારક ગણાય છે. આ ફૂલ ખાવાથી ડાયાબિટીસમાં બ્લડ સુગર કંટ્રોલ કરવામાં મદદ મળે છે. રિસર્ચમાં એ વાત સામે આવી કે સદાબહાર ફૂલમાં અલગ અલગ પ્રકારના એક્ટિવ હોય છે જે શરીરમાં ગ્લુકોઝને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. આયુષ મંત્રાલય એ પણ જણાવ્યું કે આ ફૂલ ખાવાથી બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે, જોકે આ ફૂલ ડાયાબિટીસની દવાનો વિકલ્પ નથી.
કેન્સરની દવા
સદાબહાર ફુલ કેન્સરની દવા નથી પરંતુ આ ફૂલમાં રહેલા ખાસ પ્રકારના યૌગિકથી કેન્સરની દવાઓ બનતી હોય છે. આ ફૂલમાં મળતા યૌગિક કેન્સરની દવા બનાવવામાં મુખ્ય હોય છે. ખાસ કરીને લ્યુકેમિયા લિમ્ફોમા માટેની કીમોથેરાપીની દવામાં આ યૌગિકનો ઉપયોગ થાય છે.
આ ફાયદા ઉપરાંત સદાબહાર ફૂલમાં એન્ટિ બેક્ટેરિયલ અને એન્ટી ઇન્ફ્લિમેન્ટરી ગુણ પણ હોય છે. જે શરીરમાં સંક્રમણનું જોખમ ઘટાડે છે અને શરીર પર ઇજા થઈ હોય તો તેના ઝડપથી ઠીક કરવામાં મદદ કરે છે. સદાબહારના પાન ત્વચા પર થતી સમસ્યાને મટાડવામાં પણ મદદ કરે છે.