નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતાં ભરૂચ, અંકલેશ્વરમાં ભારે તારાજી સર્જાઇ હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. અહીં લોકોના ઘરોમાં 10-10 ફૂટ જેટલા પાણી ભરાયા હતા, જ્યારે ભરૂચમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. જેની ચોંકાવનારી તસવીરો સામે આવી રહી છે. ભરૂચ, અંકલેશ્વરના પૂર પ્રકોપના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. આ આકાશી દ્રશ્યો પૂર આવ્યું તે સમયના છે. હવે ધીમે-ધીમે પાણી ઓસરતા નુકસાનીની તસવીરો સામે આવી રહી છે. જેમાં જોઇ શકાય છે કે, લોકોના ઘરો અને દુકાનોની શું સ્થિતિ થઇ છે. આવી ગંભીર સ્થિતિમાં સ્વામિનારયણ સંપ્રદાયના સાધુ-સંતો અને હરિભગતોએ અસરગ્રસ્ત વિસ્તારમાં મદદ પહોંચાડી
બીએપીએસ ભરૂચ મંદિર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં ફુડ પેકેટ મોકલવામાં આવ્યા હતા. આખી રામ મંદિરમાં સાદુ-સંતો અને હરિભકતોએ ફુટ પેકેટ સહિત અન્ય જરૂરિયાતની વસ્તુઓની લોકોને પહોંચાડવાનું ભગીરથ કાર્ય કરી લોકોની મદદને વ્હારે આવ્યા.
સેવાકીય કાર્યોનાા ફોટા
બીએપીસએ સ્વામિનારાયણ સંપ્રદાય હમેંશા દેશના કોઇ પણ રાજય, જિલ્લામાં કોઇ પણ કુદરતી હોનારત સમયે લોકોને હમેંશા મદદરૂપ થઇ છે અને આજે પણ ભરૂચ અને અંકલેશ્વરમાં પણ આફતની સ્થિતિમાં બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા મદદની પહેલ કરવામાં આવી છે. સરકારની સાથે હમેંશા સ્વામિનારાયણ સંપ્રદાય રાજયના અને દેશના લોકોની મદદ ઉભુ હોયછે તેના ઘણા દાખલા પણ છે.