બી.એ.પી.એસના વિદ્વાન સંત ભદ્રેશદાસસ્વામીજીને બિરલા ફાઉન્ડેશનદ્વારા“સરસ્વતીસન્માન2024”એવોર્ડ થી કરાયા સન્માનિત

By: nationgujarat
29 Sep, 2025

બી.એ.પી.એસસ્વામિનારાયણમંદિર, શાહીબાગ, અમદાવાદમાં યોજાયેલ ઐતિહાસિક સમારોહમાં બી.એ.પી.એસના વિદ્વાન સંત મહામહોપાધ્યાય ભદ્રેશદાસસ્વામીજી ને અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં કે. કે. બિરલા ફાઉન્ડેશન દ્વારા“સરસ્વતીસન્માન2024” એવોર્ડ એનાયતકરવામાં આવ્યો હતો.બી.એ.પી.એસસંસ્થા અને કે. કે. બિરલા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ૨૮સપ્ટેમ્બર, રવિવાર, ૨૦૨૫નારોજ સાંજે 5:30 થી 7:00 દરમિયાન યોજાયો હતો.

૨૦૨૨માં પ્રકાશિત થયેલા તેમના સંસ્કૃત ગ્રંથ‘સ્વામિનારાયણસિદ્ધાંતસુધા‘ માટે તેમને આપ્રતિષ્ઠિત સન્માન આપવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, સંસ્કૃતભાષામાંકોઈ કૃતિ માટે આએવોર્ડ22 વર્ષબાદઆપવામાંઆવ્યોછે.સાહિત્ય, કલાઅને શિક્ષણને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી સ્થાપિતકે. કે.  બિરલા ફાઉન્ડેશન દ્વારા ભારતીય બંધારણ દ્વારા સૂચિબદ્ધ 22ભાષાઓમાંથી કોઈ પણ એકભાષામાં શ્રેષ્ઠત્તમ કૃતિમાટે આ એવોર્ડઆપવામાંઆવેછે.

મંત્રગાન અને પ્રાર્થના સાથે કાર્યક્રમની શરૂઆત થઈ હતી. ગુજરાત અને મહારાષ્ટ્રના માનનીય ગવર્નર શ્રી આચાર્ય દેવવ્રતજી; દિલ્લી સુપ્રીમકોર્ટ, પંજાબ, હરિયાણા હાઇકોર્ટના નિવૃત્ત જજ તથા આ એવોર્ડની સિલેક્શન કમિટીના ચેરમેન તેવા શ્રી અર્જુનકુમાર સિકરી; કે. કે. બિરલા ફાઉન્ડેશનના ડિરેક્ટર ડૉ. શ્રી સુરેશભાઈ ઋતુપર્ણા, લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ સંસ્કૃત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર શ્રી મુરલીમનોહર પાઠક, તેમજ અન્ય અનેક મહાનુભાવો અને બી.એ.પી.એસના વરિષ્ઠ સંતઅને ગાંધીનગર અક્ષરધામના મુખ્ય સંત પૂ. આનંદસ્વરૂપ સ્વામીજી અને બી.એ.પી.એસ હિન્દુ મંદિર, અબુધાબીના મુખ્ય સંત પૂ. બ્રહ્મવિહારી સ્વામીજીની ગૌરવપૂર્ણ ઉપસ્થિતિમાં આ સમારોહ યોજાયો હતો. અમદાવાદ ના મેયર પ્રતિભાબેન જૈન પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

સંસ્કૃત સાહિત્ય, તત્વજ્ઞાન અને તેના પ્રસારણની જરૂરિયાત વિષયક પ્રારંભિક પ્રસ્તુતિઓ બાદ શ્રી અર્જુનકુમાર સિકરી દ્વારા પૂ. ભદ્રેશદાસ સ્વામીજીને સરસ્વતી સન્માન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો; આ ક્ષણને ઉપસ્થિતિ હજારો ભક્તો-ભાવિકોએ હર્ષભેર વધાવી લીધી હતી.

મહાનુભાવોના ઉદ્ગાર:

કે. કે. બિરલા ફાઉન્ડેશનના ડિરેક્ટર ડૉ. શ્રી સુરેશભાઈ ઋતુપર્ણાજીએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું,

“ આજના આ મહાપાવન અવસરે હું પ્રમુખ સ્વામી મહારાજનું સ્મરણ કરું છું અને મારું સૌભાગ્ય છે કે જોધપુર જઈને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદ લીધા હતા. સરસ્વતી સન્માન એ સાહિત્ય ક્ષેત્રનું દેશનું સર્વોચ્ચ સન્માન છે.મહા મહોપાધ્યાય પૂજ્ય ભદ્રેશ દાસ સ્વામી લીખીત સ્વામિનારાયણ સિદ્ધાંત સુધા પુસ્તકને ૩૪માં સરસ્વતી સન્માન માટે પુરસ્કૃત કરવામાં આવ્યું છે. મા સરસ્વતી તેઓને સદાય આવું લખતા રહેવાની પ્રેરણા આપતા રહે તેવી પ્રાર્થના.”

દિલ્લી સુપ્રીમકોર્ટ, પંજાબ, હરિયાણા હાઇકોર્ટના નિવૃત્ત જજ તથા આ એવોર્ડની સિલેક્શન કમિટીના ચેરમેન તેવા શ્રી અર્જુનકુમાર સિકરીજીએ જણાવ્યું,

“  આજે સાહિત્ય ક્ષેત્રનુંસર્વોચ્ચ સમ્માન એક સંતને સર્વોચ્ચ સન્માન આપવામાં આવી રહ્યું છે અને મને એ સમજાતું નથી કે આ સન્માન આપીને આપણે એમનું સન્માન કરીએ છીએ કે સંત દ્વારા આ એવોર્ડનુંસન્માનકરી રહ્યા છીએ!

ખૂબ જ ઊંડાણપૂર્વકના મનોમંથન બાદ ૨૨ ભાષાઓના પુસ્તકોનું વિશ્લેષણ કર્યા બાદ આ પુસ્તકની પસંદગી કરવામાં આવી છે, કારણકે તમામ પુસ્તકો કરતાં આ પુસ્તક સર્વોચ્ચ તેમજ અનન્ય હતું.ભદ્રેશદાસ સ્વામીની કૃતિને સન્માનવાનો અમે જે નિર્ણય લીધો તે સર્વથા યોગ્ય છે એવું મને પ્રતીત થઈ રહ્યું છે. આજે આ સન્માન આપીને અમે ગર્વ અનુભવીએ છીએ કારણકે તમે માનવતા માટે ઉત્તમ કાર્ય કર્યું છે.“

પૂ. ડૉ. ભદ્રેશદાસ સ્વામીજીએ આ સન્માન પોતાના ગુરૂવર્યો પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના ચરણે સમર્પિત કરતાં જણાવ્યું,

“ એક ચંચળ બાળકને એક સંતનું મિલન થાય છે અને સંતે તે બાળકને સંસ્કૃત ભણવાની પ્રેરણા આપી, તેને  સંસ્કૃત ભણાવવાનું ચાલુ કર્યું પણ તે બાળકની  ચંચળતા પણ ચાલુ હતી. તે સંત પાસે તે બાળકની ઘણી ફરિયાદો પણ જતી અને તે સંત પુણ્ય પ્રકોપ પણ કરતા હતા. તે સંતે એ બાળકને ભણાવ્યો અને સંતે તે બાળકને ભાષ્ય લખવાની પ્રેરણા આપી અને આજે એ જ બાળકનું સન્માન કરવા ભારત સરકારના રાજ્યપાલ તેમજ સુપ્રીમ કોર્ટના નિવૃત વકીલ હાજર રહ્યા છે.

તે સંત એટલે આપણા પ્રમુખ સ્વામી મહારાજ હતા અને આ સન્માન પ્રમુખ સ્વામી મહારાજ તેમજ મહંત સ્વામી મહારાજના પુરુષાર્થ ને મળી રહ્યું છે.

આ સન્માન ભગવાન સ્વામિનારાયણ, પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજનું અને ભારતની દાર્શનિક પરંપરાનું છે. આ સન્માન એક પવિત્ર જવાબદારી છે.”

બી.એ.પી.એસ. હિન્દુ મંદિર, અબુ ધાબી ના મુખ્ય સંત પૂ. બ્રહ્મવિહારી સ્વામીએ જણાવ્યું,

“છેલ્લા ૩૩ વર્ષમાં ઘણા મહાનુભાવોને આ સન્માન પ્રાપ્ત થયું છે પરંતુ પ્રથમ વખતે આ સન્માન એક સાધુને મળી રહ્યું છે. પ્રમુખસ્વામી મહારાજે ભદ્રેશ સ્વામીને સતત બળ અને પ્રેરણા આપી છે અને મહંતસ્વામી મહારાજે તેઓનું પોષણ કર્યું છે.

“રાજ્યપાલશ્રી, તમે આજે આ સન્માન આપીને સમગ્ર ભારત સાધુ સમાજનું સન્માન કર્યું છે. ૧૯૮૫ માં ૪૦ વર્ષ પહેલા સપ્ટેમ્બર મહિનામાં આજ અમદાવાદમાં પ્રમુખસ્વામી મહારાજને પ્રશ્ન પૂછ્યો હતો કે ,”આપને કયો વિચાર વારે વારે આવે છે ?” ત્યારે તેઓએ કહ્યું કે ‘ મને કયો વિચાર ક્યારેય નથી આવ્યો તે કહું છું.”

ત્યારે તેઓએ કહ્યું કે મને ક્યારેય કોઈનું અહિત કરવાનો વિચાર આવ્યો નથી અને એ જ વિચારનું પ્રતિબિંબ પૂ. ભદ્રેશદાસ સ્વામી દ્વારા રચિત અને સન્માનિત સ્વામિનારાયણ સિદ્ધાંત સુધા ગ્રંથના લેખનમાં જોવા મળે  છે જેમાં કોઈની ટીકા કરવામાં આવી નથી. આ પુસ્તકનો પ્રભાવ civilizational–સભ્યતાગત છે.”

બી.એ.પી.એસના વરિષ્ઠ સંત પૂ. આનંદસ્વરૂપ સ્વામીજીએ પોતાના સંબોધનમાં જણાવ્યું,

“  ભદ્રેશદાસ સ્વામી જ્યારે દીક્ષા લેવા આવ્યા ત્યારે તેઓ ખૂબ ચંચળ હતા પરંતુ પ્રમુખસ્વામીરૂપી સાચા માર્ગદર્શક મળ્યા તો આજે આપણે જોઈએ શકીએ છીએ કે તેઓને આજે કેવા સર્વોચ્ચ સ્થાન પર પહોંચાડી દીધા છે.પ્રમુખસ્વામી મહારાજે તેઓને પ્રસ્થાનત્રયી ગ્રંથ લખવા માટે પસંદગી કરેલી અને આજે તેઓનું સન્માન થઈ રહ્યું છે.”

ગુજરાત અને મહારાષ્ટ્રના માનનીય ગવર્નર શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું,

“કે કે બિરલા ફાઉન્ડેશન દ્વારા આજે આ સન્માન કરવામાં આવી રહ્યું છે ત્યારે હું આજે ભદ્રેશદાસ સ્વામી અને આ ગ્રંથને વંદન કરું છું. ભદ્રેશદાસ સ્વામી દ્વારા દાર્શનિક પરંપરાનું વહન થઈ રહ્યું છે. પ્રસ્થાનત્રયી દ્વારા અને ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા ગીતામાં જે માર્ગદર્શન આપવામાં આવ્યું છે તે આજે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા જન સુલભ  બનાવવામાં આવી રહ્યું છે. આપણો દેશ સાંસ્કૃતિક રીતે ખૂબ જ સમૃદ્ધ છે જે વસુધૈવ કુટુમ્બકમ તેમજ સર્વે ભવન્તિ સુખીનઃ ની ભાવના શિખવાડે છે. ભદ્રેશ દાસ સ્વામી દ્વારા લખેલ દર્શન શાસ્ત્રનું ચિંતન એ સમગ્ર માનવજાતના કલ્યાણ માટે છે. આપણા શાસ્ત્રો મનુષ્યોના જીવનમાં વસુદૈવ કુટુમ્બકમ ની  ભાવના જાગ્રત કરે છે. આપણા જીવનનું પરમ લક્ષ્ય ધર્મ અર્થ કામ દ્વારા મોક્ષની પ્રાપ્તિ છે. ભદ્રેશદાસ સ્વામી દ્વારા રચિત આ ગ્રંથની રચના સમગ્ર માનવજાતની ભલાઈ માટે છે.”

આ સમારોહ સમાજમાં શાંતિ, સમાનતા અને વૈશ્વિક ધાર્મિક સંવાદને પ્રોત્સાહન આપતા તત્વજ્ઞાન અને સંસ્કૃત સાહિત્યના યોગદાનને ઉજાગર કરતો બની રહ્યો હતો. રાષ્ટ્રગાન અને આરતી સાથે સમારોહનું સમાપન થયું હતું.


Related Posts

Load more