બીજાના ભલામાં આપણું ભલું, બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ” આ જીવનમંત્ર ધરાવનારા બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ (૧૯૨૧-૨૦૧૬) જીવનભર લોકોનાં ઉત્કર્ષ અને સુખાકારી માટે સેવારત રહ્યા હતા. પોતાના જીવનકાળ દરમિયાન તેઓએ ૪૦ લાખથી વધુ લોકોને વ્યસનમુક્ત કર્યા હતા.
તેમજ તેઓની પ્રેરણાથી આજપર્યંત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા વિશ્વ તમાકુ નિષેધ દિવસ’ ઉપક્રમે ૩૦,૦૦૦ થી વધુ બાળકોએ વ્યસનમુક્તિ તેમજ પર્યાવરણ જાગૃતિના રાષ્ટ્રવ્યાપી વિરાટ અભિયાન દ્વારા ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, દિલ્હી, પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક વગેરે રાજ્યોના નાગરિકોને પ્રેરિત કર્યા હતા.
વ્યસન મુક્તિ કાર્યક્રમ હેઠળ 15૦૦થી વધુ બાળકો-બાલિકાઓ પ્રેરણાત્મક પ્રદર્શન, રચનાત્મક ફલોટ્સ તથા સૂત્રોચ્ચાર દ્વારા વ્યસનમુક્તિ માટે સમાજ જાગૃતિની વિરાટ રેલીનો આરંભ મંદિરના સંતો તેમજ ગુજરાત રાજ્યના માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી તથા અન્ય મહાનુભાવોએ બાળકોની વિરાટ મેદનીને પ્રેરણાત્મક સંબોધન કરી અને ધ્વજ લહેરાવી રેલીને પ્રસ્થાન કરાવ્યું.