ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 19 સપ્ટેમ્બરથી રમાનારી ટેસ્ટ શ્રેણી માટે બાંગ્લાદેશ ટીમની જાહેરાત કરવામાં આવી છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) એ આ પ્રવાસ માટે 16 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. બાંગ્લાદેશે તાજેતરમાં જ પાકિસ્તાનને તેના ઘરઆંગણે ટેસ્ટ શ્રેણીમાં 2-0થી હરાવ્યું હતું. ભારત સામે પસંદ કરાયેલી ટીમમાં મોટાભાગે એ જ ખેલાડીઓનો સમાવેશ થાય છે જેઓ પાકિસ્તાન સામેની ટેસ્ટ શ્રેણી જીતવામાં સામેલ હતા.
પસંદગીકારોએ ભારત પ્રવાસ માટે ખૂબ જ સંતુલિત ટીમ પસંદ કરી છે. બાંગ્લાદેશે ઝડપી બોલર શોરીફુલ ઈસ્લામને પડતો મુક્યો છે. તેમના સ્થાને ઝાકિર અલીને તક આપવામાં આવી છે. ઝાકિર અલી આ શ્રેણીમાં ટેસ્ટ ડેબ્યૂ કરી શકે છે. ઝાકિરે 49 ફર્સ્ટ ક્લાસ મેચમાં 2862 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 4 સદી અને 19 અડધી સદી ફટકારી છે. ફર્સ્ટ ક્લાસ ઇનિંગ્સમાં ઝાકિરનો સર્વશ્રેષ્ઠ સ્કોર 172 રન છે.
આ સિવાય શાકિબ અલ હસન, લિટન દાસ અને મેહદી હસન મિરાજને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. મહમુદુલ હસન, ઝાકિર હસન, શાદમાન ઈસ્લામ અને મોમિનુલ હકને પણ તક મળી છે. અનુભવી મુશ્ફિકુર રહીમને પણ સ્થાન મળ્યું છે. મુશ્ફિકુરે પાકિસ્તાન સામે 191 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
બાંગ્લાદેશની ટીમ –
નઝમુલ હસન શાંતો (કેપ્ટન), શાદમાન ઈસ્લામ, ઝાકિર હસન, મોમિનુલ હક, મુશફિકુર રહીમ, શાકિબ અલ હસન, લિટન દાસ, મેહદી હસન મિરાજ, ઝાકર અલી, તસ્કીન અહેમદ, હસન મહમૂદ, નાહીદ રાણા, તૈજુલ ઈસ્લામ, મહમદુલ હસન જોય, નઈમ. હસન અને ખાલેદ અહેમદ
ભારતની ટીમ –
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, સરફરાઝ ખાન, ઋષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), આર અશ્વિન, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, આકાશદીપ, ધ્રુવ. જસપ્રીત બુમરાહ અને યશ દયાલ.