72 લાખ લિટર પાણી, ઉતારાનું આયોજન

અંદાજે 6 લાખ શ્રદ્ધાળુઓ પહોંચે તેવી સંભાવના અને પરિસરમાં એકસાથે 2 લાખ લોકો હાજર રહી શકે તે રીતે માળખાગત સુવિધાઓ ગોઠવવામાં આવી રહી છે. શ્રદ્ધાળુઓને કોઈ હાલાકી ન પડે તે હેતુથી પીવાના, સ્નાન અને શૌચાલયના ઉપયોગ માટે દરરોજ 72 લાખ લિટર પાણી તથા 2,000થી વધુ શૌચાલય યુનિટ ઉપલબ્ધ કરાશે.

મહોત્સવ દરમિયાન સુરક્ષા વ્યવસ્થા

આશરે 50 હજાર લોકો માટે રાત્રિ રોકાણની વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે. તેની સાથે સાથે સમગ્ર પરિસરમાં 500થી વધુ CCTV કેમેરા, 24 કલાક કાર્યરત કંટ્રોલ રૂમ, 10 મેડિકલ પોસ્ટ અને 25 એમ્બ્યુલન્સ તૈનાત રાખવાનુ આયોજન કરાયું છે. તેમજ 300 એકરનો વિશાળ પાર્કિંગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

સમાજના દરેક વર્ગની સહભાગિતા

બગદાણા ગુરુ આશ્રમ ટ્રસ્ટ હેઠળ દર્શન, મહાપ્રસાદ, પાર્કિંગ, પાણી, સ્વચ્છતા, આરોગ્ય, સુરક્ષા અને ઉતારાની જવાબદારી અલગ-અલગ સમિતિઓને સોંપાઈ છે. ત્રણ શિફ્ટમાં કામ કરતા સ્વયંસેવકો છેલ્લા બે મહિનાથી સક્રિય છે.સ્વયંસેવક મનજીભાઈ ડોડિયાના જણાવ્યા મુજબ, યજ્ઞશાળા, રસોડાં અને નવા બિલ્ડિંગનું કામ ઝડપથી ચાલી રહ્યું છે.

બગદાણા ઉપરાંત સમગ્ર ગુજરાતમાંથી ભક્તો અને સેવકો જોડાયા છે, અને દરેક સમાજના ભાઈઓ-બહેનો સહભાગી બને તેવું આયોજન કરાયું છે. તેઓ પોતે છેલ્લા ત્રણ મહિનાથી સેવામાં જોડાયેલા છે અને મહોત્સવ પૂર્ણ થાય ત્યાં સુધી બગદાણામાં રહીને સેવા આપવાનો સંકલ્પ ધરાવે છે.