ગુજરાતના ખેડૂતોને મોટો ઝટકો : IFFCO એ વર્ષમાં બીજીવાર ખાતરના ભાવમાં તોતિંગ વધારો ઝીંક્યો

By: nationgujarat
29 Jul, 2025

Gujarat Farmers : એક તરફ ગુજરાતનો ખેડૂત વિવિધ કુદરતી આફતો સામે પાકને બચાવવા ઝઝૂમી રહ્યો છે. ત્યા બીજી તરફ, સરકારે ખેડૂતોના માથા પર મોટો બોજો ઝીંક્યો છે. ઈક્ફોના ખાતરમાં આ વર્ષમાં બીજીવાર ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે. NPK ખાતરની એક થેલી પર 130 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. પહેલા એક થેલીનો ભાવ 1720 રૂપિયા હતો, જે હવે વધીને 1850 રૂપિયા થયો છે. ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોને સીધી અસર થશે.

રાજ્યના ખેડૂતો પર આવ્યો વધુ એક બોજ
ઈફ્કો કંપનીએ ખાતરના ભાવમાં તોતિંગ વધારો કર્યો. વર્ષ 2025 ની શરૂઆતથી જ ખેડૂતો પર મોંઘવારીનો માર ઝીંકાયો છે. વર્ષની શરૂઆતમાં જાન્યુઆરી મહિનામાં ઈફ્કોએ એનપીકે ખાતરમાં ભાવ વધારો કર્યો હતો. તેના છ મહિના બાદ જુલાઈના અંતમા ફરીથી ખાતરના ભાવ વધારી દેવાયા છે. ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોને સીધી અસર થશે. ઈફકો કંપની દ્વારા NPK ખાતરની થેલીએ 130 રૂપિયાનો વધારો કરાયો છે.


Related Posts

Load more