AUS vs WI લાઇવ મેચમાં કોમેન્ટરી દરમિયાન છાતીમાં દુખાવો થયો, હોસ્પિટલમાં દાખલ

By: nationgujarat
12 Nov, 2022

ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગને લઈને એક મોટી ખબર સામે આવી રહી છે. હૃદય સંબંધિત સમસ્યાને કારણે પોન્ટિંગને પર્થ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વેસ્ટ ઈન્ડીઝ મુકાબલામાં પોન્ટિંગ કોમેન્ટેટર તરીકે હાજર હતો.

પોન્ટિંગની હાલત સ્થિર
ઓસ્ટ્રેલિયન મીડિયા અનુસાર, તેમના સહયોગીએ હાલ પોન્ટિંગની હાલત સ્થિર હોવાની માહિતી આપી છે. પોન્ટિંગ હવે ત્રીજા સેશનની કોમેન્ટરી નહીં કરે. અહેવાલો અનુસાર, પોન્ટિંગે પોતે અસ્વસ્થતા અનુભવતાં તેના સાથીદારોને જણાવ્યું હતું અને કેટલાંક લક્ષણો અનુભવ્યા બાદ ટેસ્ટ કરાવવાનું નક્કી કર્યું હતું. તમને જણાવી દઈએ કે આ જ વર્ષે ઓસ્ટ્રેલિયાના પૂર્વ લેગ સ્પિનર ​​શેન વોર્નનું હાર્ટ-એટેકથી નિધન થયું હતું

ત્રીજા સેશનમાં કોમેન્ટરી નહીં કરે
ચેનલ સેવનના પ્રવક્તાએ ફોક્સ સ્પોર્ટ્સને ટાંકીને જણાવ્યું હતું કે રિકી પોન્ટિંગની તબિયત ખરાબ છે અને તે આજના બાકીના કવરેજ માટે કોમેન્ટરી કરશે નહીં. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોન્ટિંગની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. તેમણે પોતે જ તેના સાથીદારોને અસ્વસ્થતા વિશે જણાવ્યું હતું અને કેટલાંક લક્ષણો વિશે ચિંતિત થયા પછી ટેસ્ટ કરાવવાનો નિર્ણય કર્યો.

ઓસ્ટ્રેલિયાના મહાન કેપ્ટનમાંથી એક પોન્ટિંગ
પોન્ટિંગની તબિયત અચાનક બગડવી એ પણ ભયજનક છે, કારણ કે આ વર્ષે ઓસ્ટ્રેલિયાના મહાન સ્પિનર ​​શેન વોર્નનું થાઈલેન્ડમાં હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. પોન્ટિંગ આ મામલે કોઈ બેદરકારી રાખવા માગતો નહોતો અને તેણે હોસ્પિટલ જવાનું નક્કી કર્યું. પોન્ટિંગની ગણના ઓસ્ટ્રેલિયાના શ્રેષ્ઠ સુકાનીઓમાં થાય છે. તેમની કપ્તાની હેઠળ ઓસ્ટ્રેલિયન ટીમ વન-ડેમાં બે વખત (2003, 2007) વિશ્વ ચેમ્પિયન બની હતી.

પોન્ટિંગનું કરિયર
પોન્ટિંગે આંતરરાષ્ટ્રીય કરિયરમાં 168 ટેસ્ટ, 375 વન-ડે અને 17 T20 રમી છે. ટેસ્ટમાં તેમના નામે 13,378 રન, વન-ડેમાં 13,704 રન અને T20માં 401 રન છે. ટેસ્ટમાં પોન્ટિંગના નામે 41 સદી અને 62 અર્ધસદી, વન-ડેમાં 30 સદી અને 82 અર્ધસદી અને T20માં બે અર્ધસદી છે. આ સિવાય પોન્ટિંગે ટેસ્ટમાં પાંચ અને વન-ડેમાં ત્રણ વિકેટ પણ લીધી છે.


Related Posts

Load more