જાણિતા ગાયિક કલાકાર આશા ભોલસેનું નિધન. આવતીકાલે ચાર વાગ્યે થશે અંતિમ સંસ્કાર

By: Nation Gujarat Team
12 Apr, 2026

બોલિવૂડના દિગ્ગજ ગાયિકા આશા ભોંસલેને શનિવારે સાંજે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. તેમને વધુ પડતો થાક અને છાતીમાં ઇન્ફેક્શનની ફરિયાદ હતી. ફેફસાંમાં સમસ્યાને કારણે તેમની હાલત ગંભીર બની ગઈ છે. ન્યૂઝ એજન્સી PTIએ સૂત્રોના હવાલાથી આ માહિતી આપી છે. આ પહેલા શનિવારે આશા ભોસલેની પૌત્રી જનાઈએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું-

QuoteImage

મારા દાદી આશા ભોંસલે, ખૂબ જ થાક અને છાતીના ઇન્ફેક્શનને કારણે હોસ્પિટલમાં દાખલ છે. તેમની સારવાર ચાલી રહી છે અને આશા છે કે બધું બરાબર થઈ જશે. અમે તમને જલ્દી જ સારા સમાચાર આપીશું.

QuoteImage

લેજન્ડરી સિંગર આશા ભોસલેએ દરેક શૈલીના ગીતોમાં પોતાના મધુર અવાજનો જાદુ પાથર્યો છે. તેમના અવાજની મીઠાશ એવી છે કે આજે પણ લોકોના દિલ પર રાજ કરે છે. પોતાના કરિયરમાં 12,000થી વધુ ગીતો ગાઈ ચૂકેલા આશા ભોસલે માટે સંગીતની સફર એટલી પણ સરળ ન હતી. 9 વર્ષની ઉંમરે જ પિતાનું છત્ર ગુમાવ્યું.

16 વર્ષની ઉંમરે જ્યારે આશા ભોંસલેએ પરિવારજનો વિરુદ્ધ મોટી બહેન લતા મંગેશકરના સેક્રેટરી ગણપતરાવ ભોંસલે સાથે ભાગીને લગ્ન કર્યા, ત્યારે લતાએ બહેન સાથે સંબંધ તોડી નાખ્યો. લગ્ન પછી આશા ભોંસલેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો અને તેઓ ઘરેલું હિંસાનો શિકાર પણ બન્યા. એટલું જ નહીં, તેઓ જીવનથી એટલા નિરાશ થઈ ગયા હતા કે પોતાને ખતમ કરવા માંગતા હતા.

જોકે, 14થી વધુ ભાષાઓમાં ગીતો ગાઈ ચૂકેલા આશા ભોંસલેના અવાજમાં 92 વર્ષની ઉંમરે પણ એ જ ખનક અને જાદુ યથાવત્ છે. જ્યારે એક સમય એવો પણ હતો જ્યારે આ જ અવાજને ખરાબ કહીને તેમને રેકોર્ડિંગ સ્ટુડિયોમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા.

9 વર્ષની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવી

આશા ભોંસલે પ્રખ્યાત થિયેટર અભિનેતા અને શાસ્ત્રીય ગાયક ‘દીનાનાથ મંગેશકર’નાં પુત્રી અને સ્વર સમ્રાજ્ઞી લતા મંગેશકરનાં નાનાં બહેન છે. જ્યારે તેઓ માત્ર 9 વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું, જેના કારણે તેમણે તેમની બહેન લતા મંગેશકર સાથે મળીને પરિવારને ટેકો આપવા માટે ગાયન શરૂ કર્યું હતું.

આશાની વિશેષતા એ છે કે તેમણે દરેક પ્રકારના ગીતોમાં પોતાને ઢાળ્યા. ભલે તે રોમેન્ટિક ગીતો હોય, કેબરે ગીતો હોય, ગઝલ હોય કે શાસ્ત્રીય સંગીત. દરેક શૈલીમાં તેમણે પોતાના અવાજની અમીટ છાપ છોડી.

આર ડી બર્મનની માતાએ કહ્યું હતું કે લગ્ન મારી લાશ પર થશે

આશા ભોંસલેએ બીજા લગ્ન સંગીતકાર આર ડી બર્મન સાથે 1980માં કર્યા. બંનેની પહેલી મુલાકાત 1966માં ફિલ્મ તીસરી મંઝિલના ગીત દરમિયાન થઈ હતી. આ પછી આશા ભોંસલેએ આર.ડી. બર્મનની ઘણી ફિલ્મોમાં ગીતો ગાયા. સતત કામ કરતા બંને વચ્ચે સારી મિત્રતા થઈ ગઈ અને આ મિત્રતા ક્યારે પ્રેમમાં બદલાઈ ગઈ, ખબર જ ન પડી.


Related Posts

Load more