ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ને હવે ગણતરીના દિવસો ચાલી રહ્યા છે. રાજકીય પાર્ટીઓ તૈયારીને આખરી આપો આપવાની દિશામાં કાર્ય આગળ વધારી રહી છે, આમ આદમી પાર્ટીએ ઉમેદવાર જાહેરવાની શરૂઆત કરી દીધી છે પહેલી યાદી તેમણે જાહેર કરી છે આજે બીજી યાદી બહાર પાડી ઉમેદવારો જાહેર કરે તેવી શક્યતા જાણાઇ રહી છે આવા સમયે કેજરીવાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે તેનાથી હવે આપ અને સાશન પક્ષ ભાજપ વચ્ચે મામલો વધુ ગરમાયો છે.
આમ આદમી પાર્ટીનો ચૂંટણી સમયે ભાજપ પર આક્ષેપ છે કે ભાજપ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ડરાવી, ધમકાવી રહી છે, રાજયના જુદા જુદા જિલ્લામાં આપના કાર્યકર્તાઓની ધરપકડ કરી તેમને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગઇકાલે જ પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીની અટકાયક કરવામાં આવી હતી જે મામલે આપ પાર્ટીએ જોર શોરથી ભાજપ પર ગંભીર આક્ષેપ કર્યા હતા, આપના ટોચના નેતાઓએ મીડિયા સમક્ષ તેમજ સોશિયલ મીડિયામાં વિડિયો થકી ભાજપ પર આક્ષેપ કર્યા હતા હતુ અને આ ગંભીર મામલે આપના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ મીડિયાને જણાવ્યુ હતું તે, અમારા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી અને અમે આ મામલે રજૂઆત કરવા ગયા હતા. પોલીસને એવું લાગ્યું કે આ રીતે રજૂઆત યોગ્ય નથી અને વિડિયો બનાવવામાં આવી રહ્યો છે, તેથી અમારી અટકાયત કરવામાં આવી. ભાજપ સરકાર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓથી ડરી ગઈ છે એવું લાગે છે. જેલથી ડરાવવાની કોશિશ પણ કરવામાં આવી હોય એવું લાગે છે, પરંતુ લોકો હંમેશા અત્યાચારની વિરૂદ્ધમાં મતદાન કરતા હોય છે. આજે સત્યની જીત થઈ છે, સત્યનો વિજય થયો છે. અમારા કાર્યકર્તાઓ મજબૂત રહ્યા છે. અમને ક્યારે જામીન મળશે કે ક્યારે છૂટશું તેની ખબર નહોતી અને સ્વાભાવિક રીતે પોલીસ પોતાની પ્રક્રિયા મુજબ કામ કરતી હોય છે, પરંતુ એટલું ચોક્કસ છે કે આવો અત્યાચાર પ્રજા ક્યારેય સહન નહીં કરે. આ રજૂઆત કરવી દરેકનો અધિકાર છે, મૌલિક અધિકાર છે અને એ અધિકારના ભાગરૂપે અમે રજૂઆત કરવા ગયા હતા. વિડિયો ન બનાવવાનો પોલીસનો પોતાનો દ્રષ્ટિકોણ હોઈ શકે, પરંતુ પ્રજા ભાજપના કામોથી કંટાળી ગઈ છે અને ભાજપથી ત્રાહિમામ પોકારી ગઈ છે, એટલે ભાજપ પ્રજાની વચ્ચે જઈ શકતી નથી અને આમ આદમી પાર્ટીને નુકસાન પહોંચાડવાની કોશિશ કરે છે.
ઇસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું કે અમે અમારા કાર્યકર્તાની અટકાયત અંગે રજૂઆત કરવા ગયા હતા, કારણ કે તેના પર કોઈ ગુનો નહોતો છતાં ખોટી એફઆઈઆર કરવામાં આવી હતી. આવી જ રીતે સેમ પેટર્નમાં ચારથી પાંચ જગ્યાએ એફઆઈઆર નોંધાઈ છે. પોલીસ ઘણી વખત ઉપરથી મળેલા આદેશ મુજબ કાર્યવાહી કરતી હોય છે. અમને જેલ કે અત્યાચારનો ડર નથી. અમારી સાથે ગુજરાતની જનતા છે. ઈસુદાન ગઢવી એક દિવસ જેલમાં ગયા ત્યારે લાખોની સંખ્યામાં જનતા એકઠી થઈ અને સમર્થન બતાવ્યુ. અમે ગુજરાતની જનતાનો અવાજ બનવાની કોશિશ કરીએ છીએ, ગુજરાતની જનતા માટે લડી રહ્યા છીએ અને આગળ પણ લડતા રહીશું.
તો આ મામલે ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું કે આમ આદમી પાર્ટી આંદોલનમાંથી ઉભી થયેલી પાર્ટી છે અને અમે અન્યાય સામે લડવા માટે પ્રતિબદ્ધ છીએ. ખોટી એફઆઈઆર, ખોટા કેસો કે જેલોથી અમે ડરવાના નથી અને વધુ શક્તિથી જનતા માટે લડતા રહીશું. તેમણે પોલીસ તંત્રને પણ સંદેશ આપ્યો કે તેઓ સંવિધાનના શપથ લીધેલા અધિકારીઓ છે અને જનતાની સુરક્ષા જ તેમનું કર્તવ્ય છે. બધા અધિકારીઓ પર આક્ષેપ નથી, પરંતુ જે અધિકારીઓ રાજકીય દબાણમાં કામ કરે છે તેમને ચેતવણી આપી કે જરૂર પડે તો અમે જેલ ભરો આંદોલન માટે પણ તૈયાર છીએ. ગુજરાતમાં જ્યાં પણ અન્યાય થશે ત્યાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓ લડશે અને ડરશે નહીં. આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી લગભગ ૧૨,૦૦૦ ઉમેદવારો ઊભા કરશે અને મજબૂતીથી ચૂંટણી લડશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ગુજરાતની જનતા તેમના પક્ષને સમર્થન આપશે અને આવનારા સમયમાં આમ આદમી પાર્ટી તાલુકા પંચાયતોમાં બહુમતી મેળવી પોતાના પ્રમુખો બેસાડશે. ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે વિવિધ જિલ્લાઓમાં અમારા કાર્યકરો અને ઉમેદવારી નોંધાવનારાઓ પર મોટા પ્રમાણમાં એફઆઈઆરો નોંધવામાં આવી રહી છે. દાહોદ, વડોદરા, કચ્છ અને છોટા ઉદેપુર સહિતના જિલ્લાઓમાં સંબંધિત એસપી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. અમે દરેક કેસનો અભ્યાસ કર્યો છે અને સંબંધિત એફઆઈઆરની નકલો મેળવી છે. અભ્યાસ દરમિયાન એવું જણાયું છે કે આ કેસોમાં કોઈ મજબૂત આધાર દેખાતો નથી. અમારા કાર્યકરોને પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવે છે, તેમજ કેટલીક જગ્યાએ તેઓને મુસાફરી દરમિયાન અટકાવવામાં આવે છે અને તેમના પર દબાણ કરવામાં આવે છે. બીજી તરફ, જ્યારે અમારા લોકો ફરિયાદ નોંધાવવા જાય છે, ત્યારે ઉલટું તેમના જ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવે છે. આખા ગુજરાતમાં એકસરખા પેટર્નથી આ એફઆઈઆરો નોંધાઈ રહી છે. તમામ કેસોમાં એક જ પ્રકારની કાર્યવાહી અને સમાન આરોપો નોંધવામાં આવ્યા છે. આથી એવું લાગે છે કે ઉચ્ચ સ્તરે બેઠક યોજાઈ હશે અને તેમાંથી પોલીસ અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હશે. અમે નોંધ્યું છે કે તમામ 34 એફઆઈઆરોમાં એકસરખું માળખું અને આરોપોની રીત અપનાવવામાં આવી છે. મોટાભાગના કેસોમાં સામાન્ય પ્રકારના આરોપો જ લગાવવામાં આવ્યા છે.
કેજરીવાલે આજે પત્ર લખી જણાવ્યું છે કે, ભાજપના ભ્રષ્ટાચાર,દમન અને કુશાસનથી આજે ગુજરાતની જનતા પરેશાન થઇ રહી છે. ભાજપ કોંગ્રેસ સાથે મળીને પાછલા 30 વર્ષથી સરકાર ચલાવી રહી છે. આપ પાર્ટીના રૂપમાં ગુજરાતની જનતાને એક મજબૂત વિકલ્પ મળ્યો છે.ગુજરાતમાં આપ પાર્ટીની લોકપ્રિયતા ઝડપથી વધી રહી છે તેના કારણે ભાજપે હવે આપ પાર્ટી માટે એક ષડયંત્ર રચ્યું છે આ ષડયંત્રના ભાગ રૂપે આપ પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓની ધરપકડ અને અટકાયત કરવામાં આવે છે. ભાજપ પાછલા 3 મહિનામાં આપ પાર્ટીના 160 થી વધુ કાર્યકર્તાઓની પોલીસના દમનમાં હોમાવી ચુકી છે.આ દમનથી ભાજપ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા માંગે છે. ગુજરાતમાં આપ પાર્ટીને ખતમ કરવાનું ભાજપ ષડયંત્ર રચી રહી છે. આ ચૂંટણીમાં અમે અમારા કરેલા કામોના દમ પર મત માંગવાના છીએ. પંજાબના મુખ્યમંત્રી અને કેજરીવાલ સહિત આપના ગુજરાતના નેતાઓ સાથે મુખ્યમંત્રી ને આ ગંભીર આક્ષેપ મામલે મળવાનો સમય માંગ્યો છે ત્યારે જોવાનું એ છે કે શું મુખ્યમંત્રી તેમને મળવાનો સમય આપશે કે કેમ ?