અમરેલીમાં દીકરીઓવાળા સંબંધ કરવા તૈયાર થતા નથી! ભાજપના નેતાએ બળાપો ઠાલવ્યો

By: nationgujarat
03 Dec, 2025

Amreli News : અમરેલીમાં ભાજપના નેતા ડૉ. ભરત કાનાબાર અમરેલીની દર્દનીય સ્થિતિ વર્ણવતી પોસ્ટ કરી છે. જે વાયરલ થઈ છે. તેમણે અમરેલીની સ્થિતિ પર સવાલો ઉઠાવ્યા છે. ત્યારે અમરેલી વિશે તેમણે શું કહ્યું છે તે જોઈએ.

ડો.ભરત કાનાબારની ઓળખ ભાજપમાં આખાબોલા નેતા તરીકે થાય છે. તેઓ જ્યારે પણ બોલે છે બિન્દાસ્ત બોલે છે. એટલું જ નહિ, તેઓ પક્ષ સામે બોલવામાં પણ વિચારતા નથી. અમરેલી ભાજપના નેતા ડો.ભરત કાનાબારે કર્યું ટ્વીટ….

ડો.કાનાબારની ટ્વિટ
મારા એક સંબંધી મને મળવા આવ્યા અને મારી દુકાન વેચવાની છે અને મારે રાજકોટ શિફ્ટ થવું છે. ત્યારે મેં તેમને અમરેલી છોડવાનું કારણ પૂછ્યું તેનું કારણ જાણી મને ખૂબ આશ્ચર્ય થયું. મારા દીકરાનો સંબંધ થઈ નથી રહ્યો અને અમરેલી નું નામ પડે એટલે છોકરી વાળા સીધી ના પાડી દે છે. ઘડીભર તો મને થયું કે અમરેલી અફઘાનિસ્તાનમાં આવ્યું છે કે શું. બીજા મિત્રોને પૂછ્યું તો જાણવા મળ્યું કે માત્ર અમારી જ્ઞાતિમાં જ નહીં પણ અમરેલીમાં રહેતા હોવાને કારણે ઘણી બધી જ્ઞાતિમાં અમરેલીમાં દીકરીઓ વાળા સંબંધ કરવા તૈયાર થતા નથી. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ મહેતા ના અમરેલીની આ સ્થિતિ માટે કોને જવાબદાર ગણવા?

ત્યારે ડો.ભરત કાનાબારની પોસ્ટ બતાવે છે કે, અમરેલીમાં વિકાસ કેટલો અધૂરો છે. અમરેલીની સ્થિતિ પર આજે એક ભાજપના નેતાનું દર્દ છલકાયું છે. અગાઉ પણ ડો.ભરત કાનાબાર અનેકવાર પોતાની પોસ્ટ થકી સામાજિક મુદ્દાઓ ઉઠાવતા રહ્યા છે. પંરતું તેમની આજની પોસ્ટ દરેક અમરેલીવાસીને સ્પર્શે તેવી છે.


Related Posts

Load more