Bharat Taxi Amit Shah: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સહકારથી સમૃદ્ધિ’ ના વિઝનને પરિવહન અને મોબીલિટી ક્ષેત્રે વિસ્તારવાની દિશામાં આ એક અત્યંત મહત્વપૂર્ણ પગલું છે. ભારત ટેક્સી સહકારિતાના સિદ્ધાંતો પર આધારિત એક ડિજિટલ મોડલ છે, જે ‘સારથી જ માલિક’ ની વિભાવનાને સાકાર કરે છે. આ મોડલ હેઠળ ડ્રાઇવર માત્ર એક સેવા પ્રદાતા નથી, પરંતુ પ્લેટફોર્મના ભાગીદાર અને માલિક પણ છે. આનાથી તેમને આર્થિક સશક્તિકરણ, સામાજિક સુરક્ષા અને માલિકીનો લાભ મળે છે.
ગુજરાતના 14 પ્રમુખ શહેરોમાં થશે શરૂઆત
પ્રારંભિક તબક્કામાં ભારત ટેક્સી સેવાનો શુભારંભ ગુજરાતના નીચે મુજબના 14 પ્રમુખ શહેરોમાં કરવામાં આવશે..
આગામી એક મહિનાની અંદર સમગ્ર ગુજરાત રાજ્યમાં આ સેવાઓ ઉપલબ્ધ કરાવવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ભારત ટેક્સીનું સોફ્ટ-લોન્ચિંગ ડિસેમ્બર 2025 માં કરવામાં આવ્યું હતું.
ભારત ટેક્સીની વિશેષતાઓ અને લાભો
સારથીઓ (ડ્રાઇવરો) માટે…
ગ્રાહકો (મુસાફરો) માટે..
દેશમાં સહકારિતા આંદોલનમાં અગ્રણી ભૂમિકા ભજવતા ગુજરાતે ભારત ટેક્સીના વિસ્તરણમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં કુલ 7 લાખ સારથીઓ આ પ્લેટફોર્મ સાથે જોડાયા છે, જેમાંથી માત્ર ગુજરાતના જ 1.5 લાખથી વધુ સારથીઓ છે. સમગ્ર ભારતમાં અત્યાર સુધીમાં 37 લાખથી વધુ ગ્રાહકોએ ભારત ટેક્સી સેવાનો લાભ ઉઠાવ્યો છે.