
Western Railway Festival Season Special Trains: આગામી ફેસ્ટિવલ સિઝન દરમિયાન ટ્રેનોમાં પેસેન્જરોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા વધારાની સુવિધા આપવામાં આવી છે. જેમાં પેસેન્જરોની વધતી સંખ્યાને ધ્યાન માં રાખી ને પહોંચી વળવા ટ્રેન નંબર 04179/04180 સાબરમતી–પ્રયાગરાજ સ્પેશિયલમાં એક વધારાનો સ્લીપર કોચ અસ્થાયી રીતે જોડવામાં આવશે.
સાબરમતી–પ્રયાગરાજ સ્પેશિયલમાં વધારાનો સ્લીપર કોચ જોડાશે
સ્પેશિયલ ટ્રેન નંબર 04180 સાબરમતી–પ્રયાગરાજ માં 11 અને 14 ઓક્ટોબરના રોજ વધારાનો સ્લીપર કોચ જોડાશે. જ્યારે પરત આવતી ટ્રેન નંબર 04179 પ્રયાગરાજ–સાબરમતી સ્પેશિયલમાં 10 અને 13 ઓક્ટોબર 2026ના રોજ વધારાનો સ્લીપર કોચ ઉપલબ્ધ રહેશે. આ વ્યવસ્થાથી તહેવારો દરમિયાન ઉત્તર ભારત તરફ જતા પેસેન્જરોને વધારાની સીટો મળી શકશે.
પ્રતાપનગર–કોલકાતા વચ્ચે સાપ્તાહિક સ્પેશિયલ
પેસેન્જરોની વધતી મુસાફરીની માગને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા પ્રતાપનગર–કોલકાતા વચ્ચે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન પણ દોડાવવામાં આવશે. ટ્રેન નંબર 03110 પ્રતાપનગર–કોલકાતા સ્પેશિયલ 15 ઓક્ટોબરથી 26 નવેમ્બર 2026 સુધી દર ગુરુવારે દોડશે. ટ્રેન પ્રતાપનગરથી સાંજે 4.15 વાગ્યે ઉપડી શનિવારે બપોરે 12.05 વાગ્યે કોલકાતા પહોંચશે.
પરત ફરતી ટ્રેન નંબર 03109 કોલકાતા–પ્રતાપનગર સ્પેશિયલ 13 ઓક્ટોબરથી 24 નવેમ્બર 2026 સુધી દર મંગળવારે દોડશે. આ ટ્રેન કોલકાતાથી સવારે 8 વાગ્યે ઉપડી બીજા દિવસે રાત્રે 11.40 વાગ્યે પ્રતાપનગર પહોંચશે.
આ સ્ટેશનો પર સ્ટોપેજ
બંને દિશામાં આ સ્પેશિયલ ટ્રેનને વડોદરા, ગોધરા, રતલામ, રામગંજ મંડી, કોટા જંક્શન, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, ઈદગાહ આગ્રા, ટુંડલા, ગોવિંદપુરી, પ્રયાગરાજ, પંડિત દીનદયાલ ઉપાધ્યાય જંક્શન, ભભુઆ રોડ, સાસારામ, ડેહરી ઓન સોન, અનુગ્રહ નારાયણ રોડ, ગયા, તિલૈયા, નવાદા, શેખપુરા, કિઉલ, ઝાઝા, જસીડીહ, મધુપુર, ચિત્તરંજન, આસનસોલ, દુર્ગાપુર અને બર્ધમાન સહિતના સ્ટેશનો પર સ્ટોપેજ આપવામાં આવ્યા છે. આ ટ્રેનમાં થર્ડ એસી, સ્લીપર અને જનરલ સેકન્ડ ક્લાસના કોચ રહેશે.