હિતેશ બારોટ અમદાવાદના નવા મેયર, ડેપ્યુટી મેયર તરીકે અંજુ શાહની વરણી

By: Nation Gujarat Team
26 May, 2026

Ahmedabad Municipal Corporation Mayor: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ખાતે આજે (26મી મે) યોજાયેલી પહેલી બોર્ડ બેઠકમાં ભાજપ હાઈકમાન્ડ દ્વારા મોકલવામાં આવેલું બંધ કવર ખોલીને આગામી અઢી વર્ષની નવી ટર્મના હોદ્દેદારોના નામો જાહેર કરી દેવામાં આવ્યા છે. અગાઉથી જ જે નામોની પ્રબળ સંભાવના સેવાઈ રહી હતી, તે મુજબ જ પશ્ચિમ ઝોનના થલતેજ વોર્ડના કોર્પોરેટર હિતેશભાઈ બારોટને અમદાવાદના નવા મેયર જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનની સૌથી પાવરફુલ ગણાતી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ખોખરા વોર્ડના કોર્પોરેટર કમલેશભાઈ પટેલના નામ પર આખરી મહોર લગાવી છે.

મેયર, ડેપ્યુટી મેયર અને અન્ય હોદ્દેદારોની યાદી

•મેયર:હિતેશભાઈ બારોટ

•ડેપ્યુટી મેયર:અંજુબેન શાહ

•સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન: કમલેશભાઈ પટેલ

•પક્ષના નેતા: જશુભાઈ ઠાકોર

•દંડક: અતુલ મિશ્રા

હીતેશ બારોટનું નામ સૌથી આગળ હતું

મ્યુનિસિપલ કોપોરશનમાં મેયર પદ માટે હીતેશ બારોટ ઉપરાંત ધરમશી દેસાઈ, જશુભાઈ ઠાકોર અને રાજુ ઠાકોરના નામ ચર્ચામાં હતું. ગત ટર્મમા મેયર શાહીબાગ વોર્ડમાંથી હતા. આ કારણથી આ વખતે ફરીથી મેયર પદે મધ્યઝોનના કોર્પોરેટરની પસંદગી થવાની શકયતા નહીવત્ હતી.


Related Posts

Load more