અમદાવાદની સ્કૂલોને ફરીથી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળવાની શરૂઆત થઈ છે. શહેરની જાણીતી સંત કબીર સ્કૂલની ત્રણેય બ્રાન્ચને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. જેને લઈને પોલીસ દ્વારા અત્યારે સ્કૂલમાં તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત શહેરની અન્ય સ્કૂલને પણ ધમકી મળી હોવાની શક્યતા છે. હાલ તમામ સ્કૂલો દ્વારા ઇ-મેલ તપાસવામાં આવશે અને ધમકી મળી હોય તો પોલીસને જાણ કરાશે.
અમિત શાહના લોકસભા વિસ્તારની જાણીતી સ્કૂલોને બોમ્બની ધમકી મળી હતી એક મહિના અગાઉ અમદાવાદ, ગાંધીનગર, કલોલ શહેરની અલગ અલગ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ઝેબર ,ઝાયડસ, અગ્રસેન અને DAV ઇન્ટરનેશનલ સ્કૂલ સહિત 26 જેટલી સ્કૂલોને ધમકીભર્યા ઈ-મેલ મળ્યા હતા. ધમકી મળતા જ સ્કૂલોમાં તપાસ શરૂ કરાઈ હતી. પોલીસ, ફાયર વિભાગ અને બોમ્બ-ડોગ સ્કવોડની ટીમ દ્વારા સ્કૂલોમાં તપાસ કરાઈ હતી. તમામ સ્કૂલોમાંથી કોઈપણ સ્કૂલમાંથી સંદિગ્ધ વસ્તુ ન મળતા તપાસ પૂર્ણ કરાઈ હતી