અમદાવાદમાં યુવક-યુવતીનો બાઈક પર રોમાન્સ? જાગૃત નાગરિકે વીડિયો બનાવીને વાયરલ કર્યો

By: nationgujarat
23 Dec, 2025
Ahmedabad news: અમદાવાદના સૌથી વ્યસ્ત ગણાતા એસ.જી. હાઈવે પર ટ્રાફિકના નિયમોના ધજાગરા ઉડાવતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વીડિયોમાં એક યુવક પોતાની મહિલા મિત્રને ટૂ-વ્હીલર પર આગળના ભાગે બેસાડીને જોખમી રીતે વાહન ચલાવતો જોવા મળ્યો છે. પોતાની શરમ નેવે મૂકીને રસ્તા વચ્ચે કરવામાં આવેલી આ હરકતનો વીડિયો એક જાગૃત નાગરિકે ઉતારીને સોશિયલ મીડિયામાં ફરતો કર્યો હતો. 

જોખમી સવારી, ચાલુ મોપેડ પર રોમાન્સ

વાહનચાલકની એક નાનકડી ભૂલ પોતાનો અને સામે આવતા નિર્દોષ લોકોનો જીવ લઈ શકે છે. સ્ટંટ, રોમાંચ અને રોમાન્સના નામે જાહેર માર્ગો પર થતી આવી હરકતો પોલીસ પ્રશાસન માટે પણ પડકાર સમાન બની છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થયા બાદ લોકો આવા બેજવાબદાર કપલ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે, જેથી ભવિષ્યમાં કોઈ આવી જોખમી સવારી કરવાની હિંમત ન કરે.

પોલીસે કપલની શોધ શરૂ કરી

આ ઘટના અંગે એસ જી ટુ ટ્રાફિક પીઆઈએ જણાવ્યા મુજબ, ઇસ્કોન બ્રિજ ઉતરતા મોપેડ ચાલક કપલનો વીડિયો અમારા ધ્યાને આવ્યો છે. અત્યારે પોલીસની ટીમ આ કપલને નંબર પ્લેટના આધારે શોધવા માટે પ્રયત્ન કરી રહી છે. આ માટે બ્રિજ ચડતા અને ઉતરતા સીસીટીવી કેમેરા તપાસવામાં આવી રહ્યા છે. આ કૃત્ય કરનારા સામે ફરિયાદ નોંધ દાખલો બેસે તે મુજબની કાર્યવાહી કરવામાં આવશે


Related Posts

Load more