20 ઓક્ટોબરના રોજ દિવાળીનો તહેવાર લોકો મનાવી રહ્યા હતા, પરંતુ ફટાકડા ફોડવાના કારણે હવાના પ્રદૂષણમાં ખૂબ મોટા પ્રમાણમાં વધારો જોવા મળ્યો હતો. અમદાવાદમાં રાત્રે 10:45 વાગ્યે AQI (એર ક્વોલિટી ઇન્ડેક્સ) 371 સુધી પહોંચી ગયો હતો. એટલે કે, હવા ખૂબ જ ખરાબ અને લોકો માટે જોખમકારક બની ગઈ હતી.
ચાંદખેડા, બોપલ સહિતના વિસ્તારોમાં જોખમકારક હવા ફટાકડાનાં કારણે હવામાં ખૂબ જ પ્રદૂષણ ફેલાયું અને લોકો બહાર ફટાકડા ફોડતા હોય અને ત્યારે તેમના શ્વાસમાં આ હવા જવાના કારણે તકલીફ પડે તેવી સ્થિતિ શહેરમાં જોવા મળી હતી. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં એર ક્વોલીટી ઇન્ડેક્સ 200થી ઉપર જ જોવા મળ્યો હતો. aqi.in વેબસાઈટ મુજબ શહેરના ચાંદખેડા, નારોલ, બોપલ, શીલજ, સાયન્સ સિટી, ઘાટલોડિયા, થલતેજ સહિતના વિસ્તારોમાં આરોગ્ય માટે જોખમકારક હવા બની હતી. અમદાવાદમાં ફટાકડાનાં કારણે હવામાં ખૂબ જ પ્રદૂષણ ફેલાયું હતું જેના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડે એવી સ્થિતિ ઉભી થઈ હતી.