Related Posts
અમદાવાદના નિકોલમાં સેલ્સગર્લ હર્ષિદા શેટ્ટી દ્વારા 1.66 કરોડની ચોરીના કેસમાં નવો વળાંક આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચ અને નિકોલ પોલીસને કોર્ટનું તેડું આવ્યું છે. આરોપી સેલ્સગર્લએ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ પર ગંભીર આક્ષેપ કર્યા છે. ધરપકડ સમયે યોગ્ય નિયમોનું પાલન ન થયું હોવાનો હર્ષિદા શેટ્ટીનો આરોપ છે. કોઈપણ મહિલા પોલીસ વિના ક્રાઈમ બ્રાન્ચે ચેકીંગ કર્યું હોવાનો હર્ષિદા શેટ્ટીએ આરોપ મુક્યો છે. તેનું એમ પણ કહેવુ છે કે સોનું અને 1 લાખ રૂપિયા પણ ક્રાઈમ બ્રાન્ચે પડાવી લીધા છે. કોર્ટે ક્રાઈમ બ્રાન્ચ અને નિકોલ પોલીસને નોટિસ ફટકારી છે. આ કેસમાં સોમવારે વધુ સુનાવણી હાથ ધરાશે.