Ahmedabad Accident : ઓવરસ્પીડ કારે એક્ટિવાને અડફેટે લેતા 2નાં મૃત્યુ

By: nationgujarat
02 Dec, 2024

Ahmedabad Accident:Ahmedabad Accident: અમદાવાદમાં ફરી એકવાર નશાની હાલતમાં કાર ચલાવતા ડ્રાઇવરે કેર વરસાવ્યો છે. અહીં દહેગામથી નરોડા હાઈવે પર કાર ડિવાઇડર કુદાવી રોંગ સાઇડમાં જતી રહેતા એક્ટિવામાં આવતા બે યુવકને ભયંકર રીતે અડફેટે લીધા હતા. બંને યુવકને ગંભીર ઇજા થતાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા. આ કાર દહેગામથી નરોડા હાઈવે પર જતી હતી.  ડ્રાઇવર નરોડાનો રહેવાસી ગોપાલ પટેલ    નશાની હાલતમાં હોવાનુ સામે આવ્યુ છે. કાર ચાલક નશાની હાલતમાં હોવાનો  સ્થાનિકોએ પણ  આરોપ લગાવ્યો છે. સમગ્ર ઘટનાને લઇને પોલીસ તપાસ હાથ ધરી છે.

અમદાવાદમાં રફ્તારના રાજા યમરાજ બનીને ખુલ્લા રોડ પર નિર્દોષોના ભોગ લઈ રહ્યા છે.. ત્યારે રવિવારે રાત્રે વધુ એક આવા જ રફ્તારના રાજા બે નિર્દોષો માટે યમરાજ સાબિત થયો.. ઘટના દહેગામથી નરોડા જતા હાઈવે પરની છે.. પુરપાટ ઝડપે કાર ચાલક ડિવાઈડર કુદાવીને સામેની બાજુ જતા એક્ટિવા ચાલક બે યુવાનોને કચડી મારે છે.. આ અકસ્માતમાં અમિત રાઠોડ અને વિશાલ રાઠોડ નામના બે યુવાનોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા.. GJ-18-BN-5442 પાસિંગની કાર નરોડાના રહેવાસી ગોપાલ પટેલ ચલાવતો હોવાનો ખુલાસો થયો છે.. ઘટના બાદ સ્થળ પર હાજર લોકોનો આરોપ છે કે કાર ચાલક નશાની હાલતમાં હતો.. અકસ્માત બાદ મૃતદેહોને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.. જ્યારે આરોપી કાર ડ્રાઈવર ગોપાલ પટેલને પકડીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે..


Related Posts

Load more