ભગવાન રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠામાં હવે ગણતરીના કલાકો જ બાકી છે. ત્યારે દેશભરમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. ત્યારે અમદાવાદના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં પણ વિશેષ આયોજન કરાયું છે. જગન્નાથ મંદિરમાં વિશેષ સજાવટ કરવામાં આવી છે. તેમજ ભગવાન જગન્નાથને સોનાના આભૂષણોથી શણગાર કરાયો છે. બીજી તરફ ભગવાના જગન્નાથને સુવર્ણ બાનથી સજાવવામાં આવ્યા છે. આ સાથે મંદિરમાં સુંદરકાંડ પાઠ અને ભજન કીર્તનનું આયોજન કરાયું છે.
વડાપ્રધાન મોદી પહોંચી ગયા અયોધ્યા… 12.29 પ્રાણ પ્રતિષ્ઠાની શરૂઆત થશે. એરોપોર્ટથી સીઘી રામ મંદિર જશે મોદી.
બીજી તરફ રજનીકાંત, ધનુષ અને બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત એક દિવસ પહેલા જ અયોધ્યા પહોંચી ગયા છે. અરુણ ગોવિલ પણ પહેલેથી જ અયોધ્યામાં છે.આ બધા સિવાય વિવેક ઓબેરોય, અનુ મલિક, પવન કલ્યાણ, રણદીપ હુડ્ડા, જુબિન નૌટિયાલ અયોધ્યા પહોંચી ગયા છે.
અમિતાભ બચ્ચન, અનુપમ ખેર, સાઉથ સુપરસ્ટાર ચિરંજીવી, માધુરી દીક્ષિત, પ્રભાસ આજે સવારે સીધા અયોધ્યા આવશે. તેમાંથી બિગ બી અને માધુરી દીક્ષિત પ્રાઈવેટ જેટ દ્વારા આવશે. જ્યારે બાકીના સ્ટાર્સ ફ્લાઈટ દ્વારા પહોંચશે. ધનુષ પણ આ કાર્યક્રમનો ભાગ બનવા જઈ રહ્યો છે. સંગીતકાર શંકર મહાદેવન લખનૌ પહોંચી ગયા છે અને ત્યાંથી તેઓ અયોધ્યા જવા રવાના થશે.
આ સિવાય અજય દેવગન, દીપિકા ચિખલિયા, હેમા માલિની, જુનિયર એનટીઆર, મોહનલાલ, મનોજ મુન્તાશિર, એસએસ રાજામૌલી જેવા અન્ય ઘણા સ્ટાર્સના આવવાના સમાચાર છે. દિવંગત ગાયિકા લતા મંગેશકરના પરિવારને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.