આજની મોટી ખબર : કોર્ટ-સ્કૂલો બાદ હવે ગુજરાતની પોસ્ટ ઓફિસોને મળી બોમ્બની ધમકી

By: Nation Gujarat Team
27 Feb, 2026

ગુજરાતમાં બોમ્બની ધમકી મળવાનો સિલસિલો યથાવત છે. રાજ્યની સ્કૂલ, કોર્ટ બાદ હવે પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. સુરત, અમરેલી, સુરેન્દ્રનગર, વલસાડ, પાલનપુર, નવસારી સહિત કેટલાક જિલ્લાની પોસ્ટ ઓફિસોને ધમકીભર્યા મેઈલ મળ્યા છે. મેઈલ મોડલનારની મોડસ ઓપરેન્ડી એજ  છે. ઈમેલ કરીને પાસપોર્ટ ઓફિસમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી અપાઈ છે.

ગુજરાતના અનેક શહેરોમાં પોસ્ટ ઓફિસ સહિત જાહેર ઇમારતોમાં બોમ્બ મુક્યો હોવાની ધમકીઓના મેલ મળ્યા છે. જેમાં સુરત, અમરેલી, સુરેન્દ્રનગર, વલસાડ, પાલનપુર, નવસારી, ગાંધીનગર, પોરબંદર, ભાવનગર જેવા શહેરોની પોસ્ટ ઓફિસોને ધમકી મળી છે.

આરના શેખર નામના વ્યક્તિના નામે આવ્યો ધમકીનો મેઈલ
આ વિશે સુરત શહેર પોલીસ એસીપી વિજય મલ્હોત્રાએ જણાવ્યું કે, પાસપોર્ટ ઓફિસને આરના શેખર નામના વ્યક્તિની આઈડીથી ઈમેલ મળ્યો હતો. ઈમેલમાં પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આરોપી આરના શેખર નામના વ્યક્તિ વિરુદ્ધ ચેન્નઈમાં પોસ્કોનો કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. આ કેસને અન્ય સ્ટેટમાં ટ્રાન્સફર કરવા મેલ કરનારે માંગ કરી હતી. જો ટ્રાન્સફર નહીં કરવામાં આવે તો પાસપોર્ટ ઓફિસને ઉડાવી દેવાની ધમકી અપાઈ છે. આજે સવારે 12.10 બોમ્બથી પાસપોર્ટ ઓફિસની ઉડાવી દેવાની ધમકી મળી હતી. જેમાં 11:00 વાગે બિલ્ડીંગને ખાલી કરી દેવા પણ જણાવાયું હતું. બોમ્બ સ્કોડ સહિત પોલીસની અલગ અલગ ટીમો દ્વારા સર્ચ કરવામાં આવ્યું છે. જોકે, પાસપોર્ટ ઓફિસમાંથી કંઈ પણ શંકાસ્પદ મળી ન આવ્યું.


Related Posts

Load more