ક્રૂડમાં કડાકા બાદ સેન્સેક્સ-નિફ્ટીમાં ઉથલપાથલ, Dollar સામે રૂપિયો મજબૂત, સોનું-ચાંદી સસ્તા થયા

By: Nation Gujarat Team
21 May, 2026

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે વિશ્વભરના શેરબજાર અને ક્રૂડ ઓઈલ માર્કેટ કહો કે પછી કરન્સી માર્કેટ હોય કે બુલિયન બજાર દરેકમાં ઉથલપાથલ મચી ગઈ છે. આ દરમિયાન આજે ભારતીય શેરબજાર ખુલતાં જ પ્રી ટ્રેડિંગ સેશનમાં ભારે તેજી જોવા મળી. જોકે પછીથી સેન્સેક્સમાં સતત ઘટાડો થતો દેખાયો હતો.

સેન્સેક્સ અને નિફ્ટીની શું છે સ્થિતિ? 

સેન્સેક્સની વાત કરીએ તો આજે સેન્સેક્સ ગત ક્લૉઝિંગ 75318.39 બાદ સીધું 75732.42 પર ખુલ્યું હતું અને પછી 75945.79 ના હાઈ લેવલને સ્પર્શી ગયું હતું. જે 627 પોઈન્ટની તેજી દર્શાવેછે. જોકે ટ્રેડિંગ શરૂ થયા બાદ સમાચાર લખાવા સુધીમાં સેન્સેક્સ ફરી ગબડીને 75590.77 પર આવી ગયું હતું. બીજી બાજુ નિફ્ટીમાં ગઇકાલનું જૂનું ક્લૉઝિંગ 23659.00 હતું જે આજે 23830.05 પર ખુલ્યું હતું. જે બાદમાં 23859.90 ના લેવલે સ્પર્શી ગયું હતું. જે 200 પોઇન્ટની તેજી દર્શાવે છે. જોકે પછીથી સમાચાર લખાવા સુધીમાં નિફ્ટી પણ ગબડીને 23748 ની સપાટીએ આવી ગયું હતું.

ક્રૂડ ઓઈલમાં કડાકો 

બીજી બાજુ અમેરિકન પ્રમુખ ટ્રમ્પના ઈરાન સાથે જલદી જ સમજૂતી થવાના સંકેતો વચ્ચે ક્રૂડ ઓઇલમાં અચાનક જ મોટો કડાકો બોલાયો હતો. જે ગઇકાલ સુધીમાં 110 ડૉલરની (Dollar)  આસપાસ હતું તે ક્રૂડ ઓઇલ આજે 105 ડૉલરની આજુબાજુ ટ્રેડ થઇ રહ્યો છે જે એકઝાટકે 5 ડૉલરનો ઘટાડો દર્શાવે છે. આની સાથે ફરી એકવાર વિશ્વને રાહતના સંકેત મળ્યા છે.

ડૉલર Dollar સામે રૂપિયો મજબૂત થયો 

બીજી બાજુ એક સારા સંકેત પણ એ રહ્યા છે. રૂપિયાએ પહેલા તો ડૉલર સામે 96.96 ની સપાટી બનાવી હતી. જોકે આ ઓલ ટાઈમ લૉ લેવલે પહોંચ્યા બાદ ડૉલર સામે રૂપિયો મજબૂત થયો અને પછી રૂપિયાની કિંમત એકઝાટકે 96.10 સુધી આવી ગઈ હતી જે સારા સંકેત મનાય છે. હાલમાં સમાચાર લખવા સુધીમાં ડૉલર સામે રૂપિયો 96.325 પર ટ્રેડ થઇ રહ્યો છે.

સોના-ચાંદીમાં કડાકો 

આજે સૌથી વધુ કડાકો ચાંદીમાં બોલાયો હતો. ગઇકાલે ચાંદી વાયદા બજારમાં 274265 રૂપિયાએ બંધ થઇ હતી. જે આજે 2291 રુપિયા તૂટીને 271974 ની આજની નીચલી સપાટીને સ્પર્શી ગઈ હતી. જ્યારે બીજી બાજુ સોનું પણ સસ્તુ થયું છે. ગઇકાલે સોનું ફરી એકવાર 160006 ની સપાટીએ પહોંચ્યું હતું પરંતુ આજે તે ફરીએકવાર તૂટતાં 159533 ની સપાટીએ પહોંચ્યું હતું. આજે સોનું લગભગ 473 રૂપિયા જેટલું સસ્તું થયું છે.


Related Posts

Load more