Bollywood actress Ishika Taneja becomes a Sadhvi: મહાકુંભ 2025 વિવિધ બાબતોને લઈને સતત ચર્ચામાં છે. મમતા કુલકર્ણી બાદ ફરી એક હસીનાનું નામ મહાકુંભ સાથે જોડાયું છે, કે જે ગ્લેમરની દુનિયા છોડીને આધ્યાત્મિકતાનો માર્ગ પસંદ કરવાનો નિર્ણય કર્યો છે. હા અમે વાત કરી રહ્યા છીએ, ઈશિકા તનેજાની. જે ભૂતપૂર્વ મિસ વર્લ્ડ ટુરિઝમ અને મિસ ઇન્ડિયા રહી ચૂકી છે, જે હવે એક્ટિંગ મોહમાયા છોડી સાધ્વી બની ગઈ છે. તેમણે દ્વારકા શારદા પીઠના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી પાસેથી ગુરુ દીક્ષા લીધી. હવે તેણે ભગવા ધારણ કરી લીધા છે અને તેનું નવું નામ શ્રી લક્ષ્મી આપવામાં આવ્યું છે. આવો તમને જણાવીએ કે, ઈશિકા કોણ છે અને તેણે એક્ટિંગ મોહમાયા છોડી ધર્મ અને ટૂંકા કપડાં પહેરવા વિશે શું કહ્યું છે.ઇશિકા તનેજા સાધ્વી બન્યા પછી સતત ચર્ચામાં છે. દિલ્હીની રહેવાસી 30 વર્ષીય ઈશિકાએ ગ્લેમર દુનિયાને અલવિદા કહી દીધું છે. હવે તે સનાતનનો પ્રચાર પ્રસાર કરી રહી છે. તે પોતાને સાધ્વી નહીં પણ સનાતની કહે છે. એક ચેનલ સાથે વાતચીત કરતાં તેણે કહ્યું કે, મહિલાઓ ટૂંકા કપડાં પહેરીને નાચવા માટે નથી બની, પરંતુ દરેક દીકરીએ ધર્મની રક્ષા માટે આગળ આવવું જોઈએ.
શું ફરીથી ફિલ્મોમાં આવશે ?
આ વાત પર ઇશિકા કહ્યું કે, ‘હું ફરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પાછી નહી ફરુ.’ પરંતુ તે એમ પણ કહે છે કે, જો તેને ફિલ્મોનું નિર્માણ કરવાની તક મળશે, તો તે કામ જરુર કરીશ. અને સનાતનનો પ્રચાર અને પ્રસાર ચાલુ રાખીશે.
કોણ છે ઈશિકા તનેજા?
ઈશિકા તનેજા દિલ્હીની રહેવાસી છે. તે વર્ષ 2017 માં મિસ ઈન્ડિયાનો તાજ જીતી ચૂકી છે. અને એ પછીથી મિસ વર્લ્ડ ટુરિઝમ સુધી પણ પહોંચી છે. તેણે મિસ ઈન્ડિયા સૌંદર્ય સ્પર્ધામાં ‘ લોકપ્રિયતા અને મિસ બ્યુટી વિથ બ્રેઈન’ ના ખિતાબ પણ જીત્યો હતો. આ ઉપરાંત તેને રાષ્ટ્રપતિ પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવી છે. એટલું જ નહીં, ઇશિકાએ 2014 માં ગિનીસ વર્લ્ડ રેકોર્ડનો ખિતાબ પણ જીત્યો હતો. અને તેણે વિક્રમ ભટ્ટની મીની સીરિઝ ‘હદ’ (2017) માં પણ કામ કર્યું છે.