AAPના ધારાસભ્ય ચૈતર વસાવા પોલીસ સ્ટેશનમાં હાજર થવા નિકળ્યા , સમર્થકોએ લગાવ્યા નારા

By: nationgujarat
14 Dec, 2023

ચૈતર વસાવા ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં હાજર થયા છે . ચૈતર વસાવા વન વિભાગના કર્મચારીને માર મારવાના કેસમાં ફરાર હતા. આ કેસમાં હાઇકોર્ટે ચૈતર વસાવાની આગોતરા જામીન અરજી ફગાવી હતી. નકલી કચેરીને લઇ ચૈતર વસાવાનો આક્ષેપ.  પોલીસ સ્ટેશનમાં ઘર્ષણ પર ન ઉતરવા સમર્થકોને અપિલ કરી. મારી ઉપર જંગલ વિભાગે ખોટો કેસ કર્યો છે. આદિવાસીઓ માટે બિરસામુડાની જેમ લડત લડીશ.

ચૈતર વસાવાએ વીડિયો જાહેર કરીને સરકાર પર અનેક આરોપ લગાવ્યા હતા. વસાવાએ કહ્યું હતું કે નાગરિકોની વચ્ચે હું રહ્યો એટલે મને હેરાન કરવામાં આવી રહ્યો છે. મેં આરોગ્ય, શિક્ષણ, વીજળી મુદ્દે અનેક વખત રજૂઆત કરી છે. મેં અનેક વખત ભ્રષ્ટાચાર ઉજાગર કર્યો છે. મેં આદિવાસીઓને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો છે. હું સરકાર સામે લડતો હોવાથી કિન્નાખોરી કરાઈ રહી છે. ચૂંટાયો ત્યારથી મને હેરાન કરવામાં આવી રહ્યો છે. ષડયંત્રના ભાગરુપ મને ફસાવાયો છે. મને અને મારા પરિવારને વારંવાર હેરાન કરાય છે. મારા વિરુદ્ધ થતા કાવતરા સામે લડતો રહીશ. મને અનેક વખત લોભ-લાલચ અપાઈ પરંતુ હું ઝૂક્યો નથી.

એક મહિનાથી ભૂગર્ભમાં

ચૈતર વસાવા છેલ્લા એક મહિનાથી ભૂગર્ભમાં હતા. હાજર થતા પહેલા તેમણે કહ્યું કે મારા પર ખોટા આરોપ લાગ્યા છે. તેમણે કહ્યું કે મારી સામે ષડયંત્ર રચવામાં આવ્યું અને ષડયંત્રના ભાગ રૂપે મને ફસાવવામાં આવ્યો છે. હું અને મારો પરિવાર લડતા રહીશું.

અત્રે જણાવવાનું કે ચૈતર વસાવાએ આગોતરા જામીન માટે હાઇકોર્ટમાં અરજી કરી હતી પરંતુ આ અરજી ફગાવી દેવામાં આવી હતી. ત્યારે હવે પોલીસ સામે હાજર થવાની ફરજ પડી રહી છે. છેલ્લા 1 મહિના  અને 9 દિવસથી ચૈતર વસાવા ભૂગર્ભમાં હતા. ધારાસભ્ય પર વનકર્મીને ઘરે બોલાવીને ધમકાવીને હવામાં ફાયરિંગ કરી 60 હજાર રૂપિયા પડાવી લેવાનો આરોપ છે.

શું છે સમગ્ર મામલો

ડેડીયાપાડાની જંગલની જમીન પર ખેડાણ મુદ્દે ડેડીયાપાડાના MLA ચૈતર વસાવા અને વનવિભાગના કર્મચારીઓ વચ્ચે બબાલ થઈ જતા મામલો બિચક્યો હતો. આ દરમિયાન બીજા અન્ય લોકો સામે પણ બોલાચાલી થતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, તેમની પત્ની અને P.A સામે ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં અત્યાર સુધીમાં ચૈતર વસાવાના પીએ, તેમના પત્ની અને અન્ય વ્યક્તિની ધરપકડ કરાઈ છે જ્યારે ધારાસભ્ય ચૈતર વસાવા અને અન્ય એક વ્યક્તિ ફરાર હતા.


Related Posts

Load more