ગુજરાતમાં AAPને મોટો ઝટકો, ખેડૂતોમાં મજબૂત પકડ ધરાવતા પ્રદેશ ઉપાધ્યક્ષ સાગર રબારીનું રાજીનામું

By: Nation Gujarat Team
27 Apr, 2026

AAP Gujarat: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની મતગણતરી પૂર્ણ થાય એ પહેલા આમ આદમી પાર્ટીને વધુ એક જોરદાર ઝટકો લાગ્યો છે. પાર્ટીના વરિષ્ઠ નેતા અને પ્રદેશ ઉપાધ્યક્ષ સાગર રબારીએ પક્ષના તમામ હોદ્દાઓમાંથી મુક્ત થવાની જાહેરાત કરી છે. થોડા સમય પહેલા જ રાજુ કરપડાએ પાર્ટી છોડ્યા બાદ, હવે સાગર રબારીના વિદાયથી ગુજરાતમાં આમ આદમી પાર્ટીના સંગઠનમાં ગાબડું પડ્યું છે.

સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ કરી

સાગર રબારીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ અંગેની જાહેરાત કરી હતી. તેમણે લખ્યું કે, ‘હું મારી આમ આદમી પાર્ટી સાથેની યાત્રા આજે અહીં પૂરી કરું છું. પાર્ટીના સભ્યપદ, હોદ્દા અને જવાબદારીમાંથી મારી જાતને મુક્ત કરું છું. અત્યાર સુધીના સહયોગ બદલ તમામ સાથીઓનો હૃદયપૂર્વક આભાર માનું છું.’


Related Posts

Load more