ગઇકાલે સિધ્ધપુરમાં ગુજરાત પ્રજાપતિ ભાજપ વિચારધારા ના ઉતરઝોન ના પદાધિકારીઓ ની બેઠક યોજાઇ હતી બેઠકમાં સમાજને પ્રભૃત્વ મળે તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી મુખી મહારાજ પીપડીધામ ની ઉપસ્થિતિ માં મળેલ મુખ્ય અતિથિ પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ મયંકભાઇ નાયક ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં ભાજપના ઓબીસી મોરચાના પ્રમુખ મંયક નાયકે સંબોધનમાં જણાવ્યું હતું કે પ્રજાપતિ સમાજ પહેલાથી ભાજપ સાથે છે. સમાજના આગેવાનો કેન્દ્ર સરકારની અને રાજય સરકારી યોજના સમાજના દરેક વ્યકિતને પહોંચાડે. વિશ્વકર્મા યોજના વડાપ્રધાન મોદી સાહેબે જાહેર કરી છે જેથી ઓબીસી સમાજને ઘણો લાભ થશે. વિશ્વકર્મા યોજના કેવી રીતે લાભ આપે છે તે અંગે વિસ્તૃત ચર્ચા કરી માર્ગદર્શન આપ્યુ હતું જેથી ગરીબ વ્યકિત પણ રોજગારી મેળવી શકે. આયુષ્યમાન કાર્ડ પણ દરેક વ્યક્તિ કઠાવે તે અંગે વિનંતી કરી. આવનાર સમયમાં વડાપ્રધાન અને દેશના ગૃહમંત્રી અમિતભાઇના નેતૃત્વમાં સાથે મળી પક્ષને મજબૂત કરીએ.
બેઠક માં સમાજ સંગઠન અને સરકાર સાથે સાંકળ બનવા ના પ્રજાપતિ ભાજપ વિચારધારા ના આગેવાનોએ ચિંતન કર્યુ હતું અને સમાજને પ્રભુત્વ મળે અને સરકારની યોજનાનો લાભ મળે તે માટે વિસ્તારથી ચર્ચા કરવામા આવી હતી. પ્રજાપતિ સમાજ એક મોટો સમાજ છે પણ ભાજપ વિચારધારા સાથે સંકળાયેલો છે પરંતુ પક્ષે આ વખતે વિઘાનસભામાં એક પણ પ્રજાપતિને ટીકિટ ન આપી સાથે સંગઠનમાં પણ હવે એક માત્ર મહિલા છે તેથી કયાંયકને કયાક સમાજમાં નારાજગી તો છે જ
સંગઠનના સાબરકાંઠા અરવલ્લી સીવાય ના તમામ જિલ્લા ના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી વાઘજીભાઇ પ્રજાપતિ એ એકતા અને સંગઠનની કામગીરી ની વિગતો આપી હતી ઝોન પ્રભારી શ્રી વિમલભાઈ પ્રજાપતિ એ સમાજ ની રાજકીય ભાગીદારી માટે ભુમીકા શું હોઈ શકે તે અંગે નું માર્ગદર્શન આપ્યું હતું કાર્યક્રમ નું સંચાલન શ્રી વિષ્ણુભાઇ ટી પ્રજાપતિ એ કર્યું હતું જ્યારે આભારદર્શન શ્રી વિશાલભાઈ પ્રજાપતિ કડી એ કરી હતી બેઠકમાં પાટણ.બનાસકાઠા મહેસાણા કચ્છ ગાંધીનગર અમદાવાદ જિલ્લાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.