અમદાવાદ ફ્લાવર શો જોવા જવું મોંઘું થવાની શકયતા, જાણો કેટલો વધારો થઇ શકે છે

By: Nation Gujarat Team
25 Nov, 2026

અમદાવાદના શહેરીજનો અને ફ્લાવર શોના શોખીનો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. જાન્યુઆરી 2027માં યોજાનારા અમદાવાદ ફ્લાવર શોની ટિકિટના દરમાં વધારો થઈ શકે છે. ટિકિટના ભાવમાં 40થી 50 રૂપિયાનો વધારો કરવાની દરખાસ્ત મૂકવામાં આવી છે. દરખાસ્ત મુજબ સોમવારથી શુક્રવાર દરમિયાન 12 વર્ષથી ઉપરના મુલાકાતીઓ માટે 120 રૂપિયા અને શનિ-રવિવારે 150 રૂપિયાની ટિકિટ રાખવાનું સૂચવાયું છે. આ અંગે આજે રિક્રિએશન કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે. જોકે, કમિટીની મંજૂરી મળ્યા બાદ જ નવા દર અમલી બનશે. સાથે જ મુલાકાતીઓ માટે અટલબ્રિજ અને ફ્લાવર શોની કોમ્બો ટિકિટની વ્યવસ્થા શરૂ કરવાની પણ શક્યતા છે. હવે જોવાનું એ રહેશે કે કમિટી આ દરખાસ્તને મંજૂરી આપે છે કે નહીં.

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર જાન્યુઆરી 2027માં યોજાનારા ઇન્ટરનેશનલ ફ્લાવર શો પહેલાં જ મુલાકાતીઓના ખિસ્સા પર ભાર વધે તેવી શક્યતા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફ્લાવર શોની પ્રવેશ ટિકિટના દરમાં વધારો કરવાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે. દરખાસ્ત મુજબ 12 વર્ષથી ઉપરના મુલાકાતીઓ માટે સોમવારથી શુક્રવાર સુધીની ટિકિટનો ભાવ 120 રૂપિયા અને શનિવાર-રવિવારની ટિકિટનો ભાવ 150 રૂપિયા રાખવાનું સૂચવાયું છે.

આ દરખાસ્ત આજે મળનારી મ્યુનિસિપલ કોર્પોરેશનની રીક્રિએશન કમિટીની બેઠકમાં રજૂ કરવામાં આવશે. કમિટીની મંજૂરી બાદ જ નવા ટિકિટ દર અંગે આખરી નિર્ણય લેવાશે. ગત વર્ષના ટિકિટ દરની સરખામણીએ આ વખતે 40થી 50 રૂપિયાનો વધારો સૂચવવામાં આવ્યો છે. જોકે, રીક્રિએશન કમિટીના ચેરમેન દ્વારા દરમાં ફેરફાર પણ થઈ શકે છે. આશરે એક મહિના સુધી ચાલતા ફ્લાવર શો પાછળ દર વર્ષે અંદાજે 15થી 17 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. અહીં દેશ-વિદેશના વિવિધ ફૂલોની પ્રતિકૃતિઓ, થીમ આધારિત આકર્ષણો અને રંગબેરંગી ફૂલોથી તૈયાર કરાયેલી વિશેષ રચનાઓ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. ફ્લાવર શોની સાથે અટલબ્રિજની મુલાકાત લેવા ઇચ્છતા લોકો માટે કોમ્બો ટિકિટની વ્યવસ્થા પણ રાખવામાં આવે તેવી શક્યતા છે. અગાઉ ફ્લાવર શો અને અટલબ્રિજ બંનેની મુલાકાત માટે સંયુક્ત ટિકિટનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. આ વખતે કોમ્બો ટિકિટના દરમાં પણ ફેરફાર થઈ શકે છે.


Related Posts

Load more
Follow Us

Live Cricket Score