હૈદરાબાદ માં પકડાયું નકલી નોટો છાપવાનું નું રેકેટ : તેલંગાણાના હૈદરાબાદમાં નકલી ચલણી નોટો છાપતા મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. ફ્યુચર સિટી પોલીસે મંગળવારે કાર્યવાહી કરીને આ ગેરકાયદે પ્રવૃત્તિ સાથે સંકળાયેલા 4 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસને આરોપીઓ પાસેથી ₹500ના દરની કુલ ₹6.78 કરોડની નકલી નોટો મળી આવી છે. આ ઉપરાંત નકલી ચલણ તૈયાર કરવા માટે ઉપયોગમાં લેવાતાં પ્રિન્ટર, લેપટોપ, નોટ કાપવાનાં મશીનો સહિતનાં અનેક સાધનો પણ જપ્ત કરવામાં આવ્યાં છે.
રામોજી ફિલ્મ સીટી નજીક કાર રોકી ને આરોપીઓ ની કરાઈ ધરપકડ
પોલીસ કમિશનર ડૉ. તરુણ જોશીએ આપેલી માહિતી મુજબ, રવિવારે અબ્દુલ્લાપુરમેટ પોલીસે શાદનગર સ્પેશિયલ ઓપરેશન્સ ટીમ (SOT) સાથે મળીને નેશનલ હાઈવે-65 પર રામોજી ફિલ્મ સિટી નજીક એક કારને અટકાવી હતી. આ દરમિયાન કારમાં સવાર 4 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. તેમની ઓળખ મડુપોઝુ કર્ણાકર, ચિન્નોલ્લા માણિક્ય રેડ્ડી, ચેરુકુપેલ્લી રત્નાકર રેડ્ડી અને કરનમ અજય કુમાર તરીકે થઈ છે.
ભાડા ના મકાન માં ચલાવતા હતા નકલી નોટો છાપવાનું યુનિટ
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ શહેરના બહારના વિસ્તારમાં આવેલા કુન્ટલૂર ખાતે ભાડાના મકાનમાં નકલી નોટો છાપવાનું યુનિટ ચલાવતા હતા. અહીંથી મોટા પ્રમાણમાં નકલી ચલણ તૈયાર કરવામાં આવતું હોવાની આશંકા છે.
પલીસકર્મી બની ને લોકો ને ડરાવીને છેતરતા હોવા નો આક્ષેપ
પોલીસ કમિશનર ડૉ. તરુણ જોશીએ જણાવ્યું કે, આરોપીઓ કથિત રીતે નકલી ઓળખપત્રો, વૉકી-ટૉકી અને નકલી પિસ્તોલનો ઉપયોગ કરીને પોતાને પોલીસકર્મી તરીકે રજૂ કરતા હતા. આ વસ્તુઓના માધ્યમથી તેઓ લોકોને ડરાવીને છેતરપિંડી કરતા હોવાની પણ આશંકા છે. હાલ પોલીસ જપ્ત કરાયેલા પ્રિન્ટિંગ સાધનો ક્યાંથી લાવવામાં આવ્યા હતા, નકલી નોટોનું નેટવર્ક કેટલું મોટું છે અને આ રેકેટમાં અન્ય કોઈ લોકો સામેલ છે કે કેમ તે દિશામાં વધુ તપાસ કરી રહી છે.