15 હજારનો પાસ લીધા બાદ પણ ‘સફેદ પરિંદે’ ભૂખે મર્યા:લોકોએ જાતે જ પિત્ઝા-કોફી બનાવ્યા

By: Nation Gujarat Team
18 Oct, 2026

અમદાવાદ નજીક લપકામણમાં આવેલા કસુંબલ નેસમાં આયોજિત જાણીતા ‘સફેદ પરિંદે’ ગરબાના પ્રથમ જ દિવસે ગેરવ્યવસ્થા સામે આવી છે. રૂ.15,000ના મોંઘા પાસ ખરીદ્યા બાદ અનલિમિટેડ ફૂડની જાહેરાત છતાં ગરબા શરૂ થયાના બે જ કલાકમાં ભોજન અને પીવાનું પાણી ખૂટી પડતાં ખેલૈયાએ ભારે હોબાળો મચાવ્યો હતો. આયોજકો અને કેટરિંગવાળા ગાયબ થઈ જતાં કંટાળેલા લોકોએ જાતે જ પિત્ઝા અને કોફી બનાવી લીધાં હતાં. જ્યારે પોલીસે આવીને બંધ કરાયેલી એન્ટ્રી શરૂ કરાવી હતી. 17 ઓક્ટોબરે બીજા દિવસે પણ સફેદ પરિંદેના ગરબા યોજવાના છે, ત્યારે કેવી સ્થિતિ રહેશે તેને લઈને સવાલ છે.

આ અંગે દિવ્ય ભાસ્કરે આયોજક આકાશ પટવાનો સંપર્ક કર્યો હતો, પરંતુ ફોન ઉઠાવ્યો નહોતો.

પાસમાં અનલિમિટેડ ફૂડ હતું, પણ લોકોને પાણી પણ ન મળ્યું સફેદ પરિંદે ગરબાનું 16 અને 17 ઓક્ટોબર બે દિવસ આયોજન કરાયું. આ ગરબાના પાસ મહિના અગાઉથી જ આયોજકો દ્વારા વહેચીવામાં આવ્યા હતા. 15 હજારના પાસમાં અનલિમિટેડ ફૂડ અને અન્ય સુવિધા પણ રાખવામાં આવી હતી.

કેટરિંગ સ્ટાફ હાજર ન હોવાથી લોકોએ જાતે પિત્ઝા બનાવ્યા ગરબા રાત્રે 9 વાગ્યે શરૂ થયા અને 11 વાગ્યા સુધીમાં તો અનલિમિટેડ ફૂડ પૂરું થઈ ગયું હતું. 11 વાગ્યા બાદ જે લોકો જમવા આવ્યા તેમને જમવાનું ન મળતા હોબાળો કર્યો હતો. જોકે, આયોજકોએ કોઈ જવાબ જ આપ્યો નહોંતો. કેટલાક લોકોએ કંટાળીને કેટરિંગ સ્ટાફ હાજર ન હોવાથી જાતે કોફી બનાવીને પીધી હતી, તો કેટલાક લોકોએ ખાવા-પીવા માટે લૂંટ મચાવી હતી. અહીં લોકોએ જાતે પિત્ઝા બનાવ્યાં હતાં.

એન્ટ્રી બંધ થતા પોલીસે શરૂ કરાવી લોકોની ભીડ વધતા આયોજકો દ્વારા મેન ગેટથી પ્રવેશ આપવાનો પણ બંધ કર્યો હતો. લોકોએ હજારોની કિંમતના પાસ ખરીદ્યા બાદ ગેટ પર એન્ટ્રી બંધ કરવામાં આવતા વધુ હોબાળો થયો હતો. બનાવની જાણ થતા પોલીસ પણ પહોંચી હતી. પોલીસ દ્વારા ફરીથી લોકોની એન્ટ્રી શરૂ કરાવવામાં આવી હતી. આ દરમિયાન પણ આયોજકો દ્વારા ખેલૈયાને કોઈ જવાબ આપવામાં આવ્યો નહોંતો, જેથી ખેલૈયાઓ કંટાળ્યા હતાં.

માતાજીની આરાધના નામે લૂંટ બંધ કરો’ ગરબામાં ગયેલા ખેલૈયા વિક્રમસિંહ ગોહિલે રોષ વ્યક્ત કરતાં જણાવ્યું કે, સફેદ પરિંદે ગરબા હજારો રૂપિયા પાસની ફી વસૂલે છે પણ સુવિધાના નામે મીંડું આપે છે. વધારે પડતા પાસ વેચી દીધા એટલે 12 વાગ્યે એન્ટ્રી બંધ કરી દેવામાં આવી. પોલીસની દખલગીરી બાદ ખેલૈયાને અંદર આવવા દેવામાં આવ્યા. અંદર જાય છે તો ફૂડ અને પાણી જેવી સુવિધા ફ્રીમાં મળશે એવી વાતો કરતા હતા, પરંતુ અંદર જાય છે ફૂડ તો મળવાની વાત અલગ છે પણ જે ખેલૈયાને પાણી પણ મળ્યું નહોતું. પાર્કિંગની પણ વ્યવસ્થા નહોતી. માતાજીની આરાધના નામે જે ગરબા આયોજકો જે ખેલૈયાને લૂંટી રહ્યા છે એ લૂંટવાનું બંધ કરે એવી નમ્ર વિનંતી.

Related Posts

Load more
Follow Us

Live Cricket Score