કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે બ્રાહ્મણ સમાજને અપશબ્દો કહ્યાનો આક્ષેપ

By: Nation Gujarat Team
16 Oct, 2026

અમદાવાદમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ સાથે જોડાયેલો એક વિવાદાસ્પદ ઓડિયો વાયરલ થતાં ભારે ચર્ચા જાગી છે. કોંગ્રેસ કોર્પોરેટર ઇલિયાસ ખાન પઠાણના બજેટ મુદ્દે આંતરિક મતભેદો સપાટી પર આવ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે સોદાગરની પોળ વિસ્તારને લગતી બાબત અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકવામાં આવી હતી.આ પોસ્ટ મૂકવાને લઈને ભારે વિવાદ સર્જાયો હતો અને તે પછી થયેલી વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે.આ ઓડિયો સામે આવતા જ આક્ષેપ-પ્રતિઆક્ષેપ શરૂ થયા છે.બજેટની કામગીરી અને સોદાગરની પોળ સંદર્ભે થયેલી આ રજૂઆતને પગલે સંગઠન અને સ્થાનિક સ્તરે મોટો ગણગણાટ ઊભો થયો છે. આ ઓડિયોમાં ગ્યાસુદ્દિન શેખ દ્વારા બ્રાહ્મણ સમાજને અપશબ્દો બોલવામાં આવ્યા હોય તેવો આક્ષેપ કરાયો છે.

કથિત ટિપ્પણીને લઈને વિવાદ ઊભો થયો

વાયરલ થયેલી આ ઓડિયો ક્લિપમાં બ્રાહ્મણ સમાજ સામે કરવામાં આવેલી કથિત ટિપ્પણીને લઈને વિવાદ ઊભો થયો છે. ઓડિયોમાં બ્રાહ્મણ સમાજને અપશબ્દો કહ્યા હોવાનો સીધો આક્ષેપ પૂર્વ ધારાસભ્ય સામે મૂકવામાં આવી રહ્યો છે.આ આક્ષેપોને કારણે બ્રાહ્મણ સમાજમાં નારાજગી જોવા મળી રહી છે. વાતચીત દરમિયાન સ્થાનિક સ્તરે સક્રિય રહેતા કાર્યકર્તા સામે પણ આકરા શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે.કથિત ઓડિયોમાં સ્થાનિક કાર્યકર્તાને ભાજપનો દલાલ ગણાવવામાં આવ્યો હોવાનો સ્પષ્ટ દાવો કરવામાં આવી રહ્યો છે.કોઈ સ્થાનિક કાર્યકર્તાને સીધો પક્ષવિરોધી કે ભાજપનો દલાલ કહી દેવાતા કાર્યકર્તાઓ અને રાજકીય આગેવાનોમાં પણ તીવ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે.આ પ્રકારના ગંભીર આક્ષેપો અને વિવાદાસ્પદ ભાષાના ઉપયોગથી રાજકીય માહોલ તંગ બની ગયો છે.

સોદાગરની પોળની પોસ્ટનો વિવાદ ભળતાં સ્થિતિ વધુ ગંભીર બની

આ સમગ્ર મામલે કોર્પોરેટર ઇલિયાસ ખાન પઠાણના બજેટના મુદ્દા સાથે સોદાગરની પોળની પોસ્ટનો વિવાદ ભળતાં સ્થિતિ વધુ ગંભીર બની છે.પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખના નામે વાયરલ થયેલી વાતચીતે પક્ષના આંતરિક સમીકરણો અને સ્થાનિક નેતાગીરી વચ્ચેના સંબંધો પર પણ મોટી અસર પાડી છે.બ્રાહ્મણ સમાજને અપશબ્દો બોલવાનો વિવાદ તેમજ કાર્યકર્તાને ભાજપનો દલાલ ઠેરવવાનો મુદ્દો હવે માત્ર આંતરિક ચર્ચા પૂરતો સીમિત રહ્યો નથી,પરંતુ સમગ્ર વિસ્તારમાં રાજકીય ગરમાવો વધારવાનું કારણ બન્યો છે.સોદાગરની પોળના વિવાદે જોતજોતમાં મોટું સ્વરૂપ ધારણ કરી લીધું છે અને વિવાદિત ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ઝડપથી ફરી રહી છે.આ વાયરલ ઓડિયોને પગલે આગામી સમયમાં રાજકીય સ્તરે વધુ વિવાદ વકરવાની પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે.


Related Posts

Load more
Follow Us

Live Cricket Score