સિંહ રાશિના સ્વામી સૂર્ય છે અને તેમને આ યોગ ખુબ લાભ કરાવી શકે છે. આર્થિક મોરચે મોટો ફાયદો થઈ શકે છે. આવકના બીજા સ્ત્રોત ઊભા થઈ શકે છે. આ સમયમાં ખર્ચામાં કાપ મૂકવાથી બેંક બેલેન્સમાં પણ વધારો થઈ શકે છે. પૈતૃક સંપત્તિ કે પ્રોપર્ટી મામલે જો વિવાદ ચાલતો હોય તો ઉકેલાઈ શકે છે. માનસિક તાણ દૂર થઈ શકે છે અને કૌટુંબિક માહોલ સારો બની શકે છે.
કન્યા રાશિના સ્વામી ગ્રહ બુધ છે જે વાણી અને વેપાર-ધંધાના કારક છે. આ જાતકોને લાંબા સમયથી પેન્ડિંગ મામલાઓમાં પ્રગતિ જોવા મળી શકે છે. નોકરીયાતોને તેમની મહેનતનું ફળ મળી શકે છે. વેપારીઓને કામધંધામાં સારી તક મળી શકે છે. વેપારનું વિસ્તરણ થઈ શકે છે. લગ્ન સંબંધિત પરેશાનીઓનું સમાધાન થઈ શકે.
ધનુ રાશિના સ્વામી ગ્રહ એ ગુરુ છે. ત્યારે ગુરુના સ્વામીત્વવાળી રાશિને ગુરુનું રાશિ પરિવર્તન સ્વાભાવિકપણે મહત્વનું બની રહેશે. જો નવી નોકરીનું વિચારતા હશો તો સારી તક મળી શકે છે. પરિવારમાં સુખ અને શાંતિનો માહોલ રહે. નવા નવા કૌશલ મેળવવામાં સફળ રહેશો જો કાર્યક્ષેત્રે કામે લાગી શકે છે. આર્થિક મોરચે સારો એવો લાભ થઈ શકે છે.
મંગળ એ મેષ રાશિના સ્વામી ગ્રહ છે અને આ જાતકો પર હાલ જો કે શનિની સાડાસાતી ચાલે છે પરંતુ ગુરુના ગોચરથી બનતો ધ્વજ યોગ તમને ફાયદો કરાવી શકે છે. નોકરીયાતોને પોતાની યોગ્યતા સાબિત કરવાની તક મળશે. નવી યોજના અમલી કરી શકો છો. ધનની આવક થશે. કરજ કે ઉધાર સંબંધિત પડકારો પાર પડે. કોઈ નવી પ્રોપર્ટી ખરીદવાનું વિચારતા હશો તો સકારાત્મક પરિણામ આવી શકે છે. (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ તથા ગ્રહ ગોચરની વ્યાખ્યાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, નેશન ગુજરાત તેની પુષ્ટિ કરતું નથી.)