હવે હવાઈ મુસાફરી માં મળ્યો મોટો ઝટકો : ત્રણ મોટી એરલાઈન્સે ફ્યુઅલ સરચાર્જ વધાર્યો, આજે 9 ઓક્ટોબરથી ટિકિટ થશે મોંઘી

By: Krunal Bhavsar
08 Oct, 2026

Flight Ticket Price Hike : હવાઈ મુસાફરી કરનારા પ્રવાસીઓ માટે હવે ફ્લાઈટ ટિકિટ મોંઘી થવા જઈ રહી છે. એર ઈન્ડિયા, એર ઈન્ડિયા એક્સપ્રેસ અને અકાસા એરલાઈન્સે ફ્યુઅલ સરચાર્જમાં વધારો કરવાની જાહેરાત કરી ને હવાઈ મુસાફરી ને આપ્યો છે ઝટકો . આ નવા દરો આજે 9 ઓક્ટોબરથી થનારી નવી બુકિંગ પર લાગુ થશે. આ ફેરફારને કારણે ડોમેસ્ટિક ફ્લાઈટ્સમાં અંતર પ્રમાણે મુસાફરોએ હવે 400 રૂપિયાથી લઈને 1200 રૂપિયા સુધીનો વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. જોકે, જેમણે અગાઉથી ટિકિટ બુક કરાવી લીધી છે તેમના પર આ વધારાની કોઈ અસર થશે નહીં.

 

 

ઈંધણના વધતા ભાવના કારણે સરચાર્જ વધારવો પડ્યો

એરલાઈન્સ કંપનીઓના જણાવ્યા અનુસાર, વૈશ્વિક સ્તરે વધતા તણાવને કારણે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF)ના ભાવ સતત વધી રહ્યા છે. કોઈપણ એરલાઈન માટે ઈંધણનો ખર્ચ સૌથી મોટો અને મહત્વ નો હિસ્સો ધરાવે છે. ઈંધણના વધતા ભાવને પગલે કંપનીઓ પર આર્થિક બોજ વધતાં આ સરચાર્જ વધારવાની ફરજ પડી છે.

એર ઈન્ડિયાના નવા દરો: અંતર મુજબ લાગશે ચાર્જ

હવે આ તમામ સ્લેબમાં વધારો કરવામાં આવ્યો છે. એર ઈન્ડિયામાં હવે 0 થી 500 કિમીના અંતર માટે 400 રૂપિયા, 501 થી 1000 કિમી માટે 600 રૂપિયા, 1001 થી 1500 કિમી માટે 850 રૂપિયા અને 1501 કિમીથી વધુના અંતર માટે 1200 રૂપિયા સરચાર્જ ચૂકવવો પડશે. સૌથી ટૂંકા રૂટ પર 101 રૂપિયા અને લાંબા રૂટ પર 451 રૂપિયા સુધીનો વધારો થયો છે. એર ઈન્ડિયા એક્સપ્રેસમાં 9 ઓક્ટોબર રાત્રે 12:00 વાગ્યાથી અને એર ઈન્ડિયામાં સવારે 11:00 વાગ્યાથી આ નવા દરો લાગુ થશે.

પહેલાં કેટલો હતો એર ઈન્ડિયાનો ફ્યુઅલ સરચાર્જ?

એર ઈન્ડિયાએ એપ્રિલ 2026માં ડોમેસ્ટિક ફ્લાઈટ્સ માટે અંતરના આધારે ફ્યુઅલ સરચાર્જ લાગુ કર્યો હતો. તે સમયે 0 થી 500 કિલોમીટરની ઉડાન પર 299 રૂપિયા, 501થી 1000 કિલોમીટર પર 399 રૂપિયા, 1001 થી 1500 કિલોમીટર પર 549 રૂપિયા, 1501 થી 2000 કિલોમીટર પર 749 રૂપિયા અને 2000 કિલોમીટરથી વધુ અંતરની ઉડાન પર 899 રૂપિયા સરચાર્જ વસૂલવામાં આવતો હતો.


Related Posts

Load more