CBC એટલે કે કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ એક સામાન્ય રક્ત તપાસ છે. આ ટેસ્ટથી લોહીમાં લાલ રક્તકણો, સફેદ રક્તકણો અને પ્લેટલેટ્સની સંખ્યા વિશે માહિતી મળે છે. CBCમાં અસામાન્ય પરિણામો આવે તો તે લ્યુકેમિયા જેવા કેટલાક બ્લડ કેન્સરની શંકા ઊભી કરી શકે છે. જોકે, માત્ર CBCના આધારે બ્લડ કેન્સરનું નિદાન કરી શકાતું નથી.
રાજીવ ગાંધી કેન્સર ઇન્સ્ટિટ્યૂટના હેમેટો-ઓન્કોલોજી, બોન મેરો ટ્રાન્સપ્લાન્ટેશન અને સેલ્યુલર થેરાપી વિભાગના વરિષ્ઠ સલાહકાર અને યુનિટ પ્રમુખ ડૉ. નરેન્દ્ર અગ્રવાલના જણાવ્યા મુજબ, દર્દીનાં લક્ષણો, તબીબી ઇતિહાસ અને શારીરિક તપાસ પણ નિદાનમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
દર્દીની તપાસ દરમિયાન ડૉક્ટર નીચેની બાબતો પર ધ્યાન આપી શકે છે:
આ વિગતો, CBC અને અન્ય તપાસ સાથે મળીને બ્લડ કેન્સરની શંકાનું મૂલ્યાંકન કરવામાં મદદરૂપ થાય છે.
લિમ્ફોમા અને મલ્ટિપલ માયલોમા જેવા કેટલાક બ્લડ કેન્સરમાં CBC અથવા બ્લડ ફિલ્મમાં કેન્સરના કોષો દેખાય જ એવું નથી. તેથી CBC સામાન્ય હોય તો પણ લક્ષણો અથવા શારીરિક તપાસના આધારે ડૉક્ટર વધુ તપાસ સૂચવી શકે છે.
લિમ્ફોમાની શંકા હોય તો અસરગ્રસ્ત લસિકાગ્રંથિ અથવા પેશીમાંથી નમૂનો લઈને બાયોપ્સી કરવામાં આવી શકે છે. નમૂનાની માઇક્રોસ્કોપ હેઠળ તપાસથી રોગનું નિદાન કરવામાં મદદ મળે છે.
લ્યુકેમિયા અથવા મલ્ટિપલ માયલોમા જેવી બીમારીઓની તપાસ માટે બોન મેરો ટેસ્ટ પણ કરવામાં આવી શકે છે. સામાન્ય રીતે નિતંબની હાડકીમાંથી સોય વડે નમૂનો લેવામાં આવે છે અને તેની પ્રયોગશાળામાં તપાસ થાય છે.
બ્લડ કેન્સરની શંકા કે નિદાન બાદ જરૂર મુજબ મોલેક્યુલર ટેસ્ટ કરવામાં આવે છે. આ તપાસમાં કેન્સરના કોષોના DNAમાં થયેલા ફેરફારો અથવા મ્યુટેશનનું વિશ્લેષણ થાય છે. તેના પરિણામો રોગની પ્રકૃતિ અને અંદાજિત ગતિ સમજવામાં તથા કેટલાક કિસ્સાઓમાં સારવારની પસંદગીમાં મદદરૂપ થઈ શકે છે.
બ્લડ કેન્સરના પ્રકાર અને દર્દીની સ્થિતિ પ્રમાણે સારવાર નક્કી થાય છે. તેમાં કીમોથેરાપી અને ઇમ્યુનોથેરાપી જેવી દવાઓનો સમાવેશ થઈ શકે છે. પસંદગીના દર્દીઓમાં, ખાસ કરીને ઊંચા જોખમવાળા રોગમાં, બોન મેરો અથવા સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ અને CAR-T જેવી આધુનિક સારવારનો વિચાર કરવામાં આવે છે. સારવારનો હેતુ રોગને નિયંત્રણમાં રાખવો અને દર્દીના જીવનની ગુણવત્તા સુધારવાનો હોય છે.
કોઈ એક લક્ષણનો અર્થ તરત જ કેન્સર થાય એવો નથી. ચિંતાજનક લક્ષણો જણાય તો ડૉક્ટરની સલાહ લો. ડૉક્ટર તબીબી ઇતિહાસ અને શારીરિક તપાસના આધારે CBC અથવા અન્ય બ્લડ ટેસ્ટ સૂચવી શકે છે. જરૂર જણાય તો બાયોપ્સી, બોન મેરો ટેસ્ટ, PET-CT અથવા અન્ય સ્કેન અને મોલેક્યુલર તપાસ કરાવવામાં આવે છે.
યાદ રાખો: સામાન્ય CBCથી દરેક પ્રકારના બ્લડ કેન્સરને નકારી શકાય નહીં. તપાસનાં પરિણામોનું મૂલ્યાંકન ડૉક્ટર પાસે કરાવો અને જાતે નિદાન ન કરો