આજથી પિતૃઓના ઋણમાંથી મુકત થવાના શ્રાધ્ધપર્વનો પ્રારંભ થશે

By: Nation Gujarat Team
26 Sep, 2026

શ્રાધ્ધપક્ષ દરમિયાન દૂધપાક તેમજ ખીરના વેચાણમાં ઉછાળો થશે

જ્ઞાાતિ-સમાજની વાડીઓ, ધર્મસ્થાનકોમાં પિતૃકાર્યો અને ધર્મકાર્યોનો ધમધમાટ જોવા મળશે,

ભાવનગર –  ગજાનન ગણનાયકની આરાધનાના મહાપર્વ ગણેશોત્સવના સમાપન બાદ આવતીકાલ તા.૨૬-૯ ને શનિવારથી પિતૃઓ પ્રત્યે આદરભાવ સાથે ઋુણભાવ વ્યકત કરવાના શ્રાધ્ધપર્વનો પ્રારંભ થશે.

પિતૃઓના ઋુણમાંથી મુકત થવાના મહાપર્વ શ્રાધ્ધ પક્ષની શરૃઆત ભાદરવા વદ એકમથી જ થાય છે. શ્રાધ્ધ ૧૬ હોય છે. પરંતુ શ્રાધ્ધના દિવસો ૧૫ હોય છે. એકમથી શરૃ કરી અમાસ પૂનમના બંને શ્રાધ્ધ ભેગા મળીને કુલ ૧૬ શ્રાધ્ધ થાય છે. ભાદરવા સુદ પૂનમનું પહેલુ શ્રાધ્ધ હોતુ નથી. પૂનમથી શ્રાધ્ધપક્ષનો પ્રારંભ થશે. ચંદ્રનું આધિપત્ય દૂધ અને ખીરમાં રહેલુ હોવાથી શ્રાધ્ધ પક્ષમાં દૂધપાક કે ખીરનું સવિશેષ મહત્વ રહ્યુ છે તેથી શ્રાધ્ધ દરમિયાન મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં દૂધપાક અને ખીરના વેચાણમાં નોંધપાત્ર ઉછાળો આવશે. આ સમયગાળામાં ગોહિલવાડમાં ધાર્મિક કાર્યક્રમો, દાનપુણ્ય તેમજ જીવદયા પ્રવૃતિઓનો ધમધમાટ અનેકગણો વધી જશે.


Related Posts

Load more