ગાંધીનગર મનપા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો: કોંગ્રેસે 19 ઉમેદવારોની જાહેર કરી પ્રથમ યાદી; શું બની રહ્યા છે રાજકીય સમીકરણ?

By: Nation Gujarat Team
25 Sep, 2026

Gandhinagar Municipal Corporation Election: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધી ગયો છે, જે અંતર્ગત કોંગ્રેસ પક્ષ દ્વારા પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીમાં જીત મેળવવાના હેતુથી કોંગ્રેસે પ્રથમ તબક્કામાં કુલ 19 ઉમેદવારોના નામોની જાહેરાત કરી છે. આ યાદીમાં મુખ્યત્વે પાંચ વોર્ડ—વોર્ડ નંબર 1, 3, 8, 9 અને 10 ના ઉમેદવારોના નામોનો સમાવેશ થાય છે. પક્ષ દ્વારા અનુભવી અને સ્થાનિક સ્તરે સક્રિય કાર્યકરોને ટિકિટ આપી ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 3 ના ઉમેદવારો
વોર્ડ નંબર 1 માં કોંગ્રેસ પક્ષે જલ્પાબેન ઠાકોર, સુનિતાબેન સંજયકુમાર પટેલ, રવિન્દ્રકુમાર છોટાલાલ ત્રિવેદી અને નંદુભાઈ રમણભાઈ પટેલ પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. જ્યારે બીજી તરફ વોર્ડ નંબર 3 માટે હેતલ રાઠોડ, શિવાની સતીશકુમાર શાહ, માનજી મોદી અને મહેન્દ્રસિંહ સતુભા ચાવડાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. બંને વોર્ડમાં મહિલા અને પુરુષ ઉમેદવારોનું યોગ્ય સંતુલન જાળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

વોર્ડ નંબર 8, 9 અને 10 ના ઉમેદવારો
વોર્ડ નંબર 8 માં આશાબેન જશુભાઈ ઠાકોર, દક્ષાબેન દિનેશભાઈ પરમાર, ચિરાગકુમાર પ્રતાપજી ઠાકોર અને ફેવીન ધિરેનકુમાર પટેલને ચૂંટણી જંગમાં ઉતારાયા છે. વોર્ડ નંબર 9 માં રંજનબેન અમરસિંહ રમલાવત, અશ્વિનકુમાર દાનાભાઈ સુહાન અને ધ્રુવ સીતારામભાઈ પટેલના નામોની જાહેરાત થઈ છે. ઉપરાંત, વોર્ડ નંબર 10 માંથી પલકબેન અમિતસિંહ ગોહિલ, વૈશાલીબેન પ્રતીકકુમાર પરમાર, રમેશભાઈ ચેલાભાઈ દેસાઈ અને ઉમેશકુમાર પ્રવીણભાઈ પટેલને કોંગ્રેસે પોતાના સત્તાવાર ઉમેદવાર બનાવ્યા છે.


Related Posts

Load more