ગુજરાતમાં સારો વરસાદ પડશે કે પછી અલવિદા કહેશે? અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી

By: Nation Gujarat Team
29 Aug, 2026

Very Heavy Rain Gujarat: રાજ્યમાં ચોમાસાની સ્થિતિ વચ્ચે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસો માટે નવી અને મહત્વપૂર્ણ આગાહી વ્યક્ત કરી છે. 12 ઓગસ્ટ બાદ અને ખાસ કરીને સપ્ટેમ્બર મહિનામાં હવામાનમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે. ગુજરાતમાં અનેક જિલ્લાના ખેડૂતો વરસાદની પ્રતીક્ષા કરી રહ્યાં છે. વરસાદ ખેંચાતા ખેતરમાં પાક સુકાવા લાગ્યા છે. આ વખતે રાજ્યમાં હજુ વરસાદની મોટી ઘટ છે. ઘણા જિલ્લાઓમાં ઓછો વરસાદ પડ્યો છે. આ વચ્ચે અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડ અને ઉત્તર ભારત સહિત હિમાલયના વિસ્તારોમાં મોટી જળ-દુર્ઘટનાઓ અંગે મહત્વની આગાહી કરી છે.

સમુદ્રમાં પવનની ગતિ અને અચાનક પલટો

અંબાલાલ પટેલની આગાહી અનુસાર, 12 સપ્ટેમ્બર બાદ રાજ્યમાં વરસાદની નવી શક્યતાઓ ઉભી થઈ રહી છે. 12 સપ્ટેમ્બરની આસપાસ સમુદ્રમાં પવનની ગતિમાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન સમુદ્રમાં અચાનક હવામાનમાં પલટો આવી શકે છે. સમુદ્રી ગતિવિધિઓ અને પવનની તેજ ગતિ રાજ્યના એકંદર હવામાનને પ્રભાવિત કરશે. 23 સપ્ટેમ્બરની આસપાસ ગરમી રહેવાની શક્યતા છે. 13 સપ્ટેમ્બરે સૂર્યના નક્ષત્ર પરિવર્તન બાદ વરસાદની સ્થિતિમાં ફેરફારની શક્યતા છે. આગામી દિવસોમાં હવામાનમાં ગરમી, ઉકળાટ અને વરસાદનું મિશ્ર વાતાવરણ રહેવાની શક્યતા છે.

સૂર્યનું નક્ષત્ર પરિવર્તન અને હળવો વરસાદ

ચોમાસાના નક્ષત્રોની અસરથી રાજ્યમાં વરસાદની નવી સ્થિતિ સર્જાઈ શકે છે. 13 સપ્ટેમ્બરે સૂર્યના નક્ષત્ર પરિવર્તન બાદ વરસાદની પેટર્નમાં મોટો ફેરફાર થવાની શક્યતા છે. આ નક્ષત્ર પરિવર્તનની અસરથી ખાસ કરીને ગુજરાતના ઉત્તર ભાગોમાં હળવો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં જન્માષ્ટમીના તહેવાર પર પણ છૂટોછવાયો વરસાદ પડી શકે છે. 3થી 10 સપ્ટેમ્બર દરમિયાન બંગાળની ખાડીમાં દબાણ સક્રિય થશે, જેથી ગુજરાતમાં વરસાદ આવી શકે છે. આ દરમિયાન ઉત્તર, દક્ષિણ ગુજરાતમાં બેથી ત્રણ ઈંચ વરસાદ થઈ શકે છે.

ગરમી, ઉકળાટ અને મિશ્ર વાતાવરણનો અનુભવ થશે

અંબાલાલની આગાહી મુજબ 1 સપ્ટેમ્બર સુધીમાં વાતાવરણમાં પલટો આવતાં જ ઉપલા સ્તરમાં ભેજ ધરાવતા પૂર્વ ગુજરાત, પંચમહાલ, દાહોદ, વડોદરા અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે, જ્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ કે હળવા ઝાપટાં પડી શકે છે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જો અલ-નિનોની નકારાત્મક અસર નહીં રહે તો સારા વરસાદની આશા છે. આગામી દિવસોમાં ગુજરાતનું હવામાન સતત બદલાતું રહેશે. 23 સપ્ટેમ્બરની આસપાસ રાજ્યમાં તાપમાન વધવાને કારણે આકરી ગરમી પડવાની શક્યતા છે. જોકે, આ ભારે ગરમી અને ઉકળાટભર્યા વાતાવરણ બાદ હળવો વરસાદ પડવાની પણ સંભાવના છે. આમ, લોકોને આગામી દિવસોમાં ગરમી, ઉકળાટ અને વરસાદના મિશ્ર વાતાવરણનો અનુભવ થશે.

ખેડૂતો માટે અપાવવામાં આવી સલાહ

કેટલાક વિસ્તારોમાં થનારો આ વરસાદ ખેતી માટે ખૂબ જ લાભદાયી સાબિત થઈ શકે છે. વરસાદની આ સ્થિતિને કારણે ખેડૂતોને પાકને નવું જીવન મળવાથી ખેતીના કામમાં મોટો ફાયદો થઈ શકે છે. ખેડૂતોને ખેતીલક્ષી કામગીરીમાં આયોજનપૂર્વક આગળ વધવાની તક મળશે. આ સાથે જ, ગરમી અને વરસાદના આ બેવડા અને મિશ્ર વાતાવરણને ધ્યાનમાં રાખીને અંબાલાલ પટેલે નાગરિકોને પોતાના આરોગ્યની ખાસ કાળજી રાખવાની પણ સલાહ આપી છે.

જન્માષ્ટમીના તહેવારો દરમિયાન રાજ્યમાં છૂટાછવાયા છાંટા પડશે, જ્યારે 3થી 10 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ બંગાળની ખાડી સક્રિય થતાં 6થી 10 સપ્ટેમ્બરમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ નોંધાશે. ઉત્તર ગુજરાતમાં 1થી 2 ઇંચ, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં 3 ઇંચ કે તેથી વધુ વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલે મીન રાશિમાં રહેલા શનિની અસરને કારણે ઉત્તર ભારતના બર્ફીલા પહાડો, કાશ્મીર, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, નેપાળ, સિક્કિમ, મેઘાલય અને ચીનના સરહદી વિસ્તારોમાં જળસંકટ સંબંધિત મોટી દુર્ઘટનાઓ સર્જાઈ શકે છે. અંબાલાલ પટેલે ડેમ કે બંધ તૂટવા અને પાણીનું દબાણ વધવા જેવી હોનારતો અંગે આશંકા વ્યક્ત કરી છે.


Related Posts

Load more