Meta પર બાળકોને સોશિયલ મીડિયાની લત લગાવવાનો આરોપ લાગ્યો છે. અમેરિકામાં બાળકો અને કિશોરોની સુરક્ષા સાથે જોડાયેલા એક કેસને ખતમ કરવા માટે સમજુતિ કરી છે. મેટા આ મામલામાં આશરે 17 અબજ ડોલરની ચુકવણી કરશે અને બાળકો માટે પોતાની એપ્સમાં ઘણા ફેરફાક કરશે. તેમાં ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર મળી દિવસમાં 2 કલાકની ડિફોલ્ટ લિમિટ અને રાત્રે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી ઉપયોગ પર પ્રતિબંધ સામેલ છે. મેટાએ આ સમજુતિમાં કોઈ ભૂલ સ્વીકાર કરી નથી.
અમેરિકાના ઘણા રાજ્યોના એટોર્ની જનરલે 2023મા મેટા પર કેસ કર્યો હતો. આરોપ હતો કે કંપનીએ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામમાં એવા ફીચર બનાવ્યા જેનાથી બાળકો અને કિશોરોનો આ એપનો ઉપયોગ જરૂરિયાતથી વધુ વધે છે. સ્ટેટ્સનું કહેવું છે કે તેનાથી બાળકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર નુકસાન થઈ શકે છે. કંપની પર લોકો અને માતા-પિતાને આ ખતરા વિશે ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવવામાં આવ્યો. મામલાની સુનાવણી ઓગસ્ટ 2026મા કેલિફોર્નિયાની ફેડરલ કોર્ટમાં શરૂ થઈ હતી. સમજુતિ થયા બાદ આ મામલો આગળ ટ્રાયલ કોર્ટમાં ચાલશે નહીં પરંતુ અંતિમ મંજૂરી અદાલતે આપવાની છે.
કેટલી રકમ આપશે Meta?
રકમને લઈને અલગ-અલગ આંકડા સામે આવ્યા છે. કેલિફોર્નિયાના એટોર્ની જનરલ પ્રમાણે સમજુતિમાં રાજ્યોને 17 અબજ ડોલર સુધી મળી શકે છે. મેટાએ પોતાના નિવેદનમાં કુલ ચુકવણી આશરે 18 અબજ ડોલર જણાવી છે. ફોરેન મીડિયાએ સમજુતિની મહત્તમ રકમ આશરે 16.68 અબજ ડોલર જણાવી છે. આ રકમનો એક મોટો હિસ્સો નક્કી છે જ્યારે આશરે 5 અબજ ડોલરથી વધુનો હિસ્સો કેટલીક શરતો પર નિર્ભર છે. આ વધારાની રકમ ત્યારે જારી થશે જ્યારે યૂટ્યૂબ અને TikTok પણ બાળકો માટે આ પ્રકારના સુરક્ષા પગલાં ભરે અને નક્કી રકમની ચુકવણી કરે. મેટાએ કહ્યું કે તે આ સમજુતિ માટે 2026ના ત્રીજા ક્વાર્ટરમાં આશરે 10 અબજ ડોલરનો કાયદાકીય ખર્ચ આપશે.
ફેસબુક-ઈન્સ્ટાગ્રામમાં શું બદલાશે?
સૌથી મોટો ફેરફાર 18 વર્ષથી નાની ઉંમરના યૂઝર્સ માટે થશે. દિવસમાં 2 કલાકની લિમિટ-ફેસબુક અને ઈન્સ્ટાગ્રામમાં મળી દરરોજ બે કલાકની ડિફોલ્ટ લિમિટ હશે. તેને હટાવવા માટે માતા-પિતાની મંજૂરી જરૂરી હશે. બંને એપ્સ પર પસાર કરવામાં આવેલો સમય આ કુલ લિમિટમાં ગણવામાં આવશે. રાત્રે એપ બંધ- રાત્રે 12 કલાકથી સવારે 6 કલાક સુધી કિશોર ફેસબુક અને ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરી શકશે નહીં.
સ્કૂલ ટાઇમમાં નોટિફિકેશન બંધ
સવારે 8 કલાકથી બપોરે 3 કલાક સુધી ડિફોલ્ટ રૂપથી નોટિફિકેશન મ્યૂટ રહેશે. પરંતુ સીધા મેસેજ અને સુરક્ષાના જરૂરી એલર્ટ આવતા રહેશે. દરેક થોડા સમયમાં બ્રેકનું રિમાઇન્ડ- સતત ઉપયોગ દરમિયાન કિશોરોને નિયમિત બ્રેક લેવા માટે રિમાઇન્ડર આપવામાં આવશે. આ સિવાય ઉંમરની તપાસ માટે સૌથી કડક તકનીક, સરળ પેરેન્ટલ કંટ્રોલ અને બાળકોને નુકસાન પહોંચાડનાર કન્ટેન્ટથી બચાવવા માટે વધારાના સુરક્ષા ઉપાય લાગૂ કરવામાં આવશે. તેવા કેટલાક ફીચરને પણ સીમિત કરવામાં આવશે, જેના પર બાળકોના માનસિક સ્વાસ્થ્યને લઈને સવાલ ઉઠી રહ્યાં છે જેમ કે જાહેર લાઇક કાઉન્ટ અને કેટલાક બ્યૂટી ફિલ્ટર.
મેટાએ શું કહ્યું?
મેટાએ સતત આ આરોપોથી ઇનકાર કર્યો છે. કંપનીનું કહેવું છે કે કિશોરો માટે સુરક્ષિત ઓનલાઈન અનુભવ તેની પ્રાથમિકતા છે. સમજુતિમાં મેટાએ કોઈ ભૂલ કે કાયદાકીય જવાબદારીનો સ્વીકાર કર્યો નથી. કંપનીએ કહ્યું કે આ સમજુતિની સફળતા તે વાત પર નિર્ભર કરશે કે બીજા મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પણ આવાં પગલાં ભરે.
હવે આગળ શું?
આ સમજુતિ હજુ કોર્ટની મંજૂરી પર નિર્ભર છે. કેલિફોર્નિયાની ફેડરલ કોર્ટમાં તેની અંતિમ મંજૂરી બાદ સમજુતિની શરતો લાગૂ થશે. મેટાની કાયદાકીય મુશ્કેલી તેનાથી ખતમ થશે નહીં. કંપની વિરુદ્ધ બાળકો અને સોશિયલ મીડિયા પર બીજા કેસ પણ જારી છે.