Related Posts
શિવ ઉપાસનાના પવિત્ર શ્રાવણ માસનો આજ (13 ઓગસ્ટ)થી પ્રારંભ થયો છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે પહેલાં દિવસે વહેલી સવારથી ભારે ભીડ જોવા મળી રહી છે. ઝરમર વરસાદ વચ્ચે પણ શિવભક્તો મહાદેવના દર્શન માટે લાંબી લાઈનમાં જોવા મળી રહ્યાં છે.સોમનાથમાં આજથી 11 સપ્ટેમ્બર સુધી 30 દિવસીય શ્રાવણ શિવ મહોત્સવ યોજાશે, જેમાં ભજન-ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળશે. દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મહાદેવના દર્શને ઉમટતા હોવાથી Z+ સુરક્ષા ધરાવતા સોમનાથ મંદિર પરિસરમાં પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.