Ahmedabad : આનંદ નિકેતન શાળાના કેસમાં કેન્ટીન તુરંત બંધ કરવા અને જવાબદાર સામે FIR કરવા DEOનો આદેશ

By: Nation Gujarat Team
12 Aug, 2026

અમદાવાદની આનંદ નિકેતન શાળામાં સામે આવેલા નાસ્તામાં કાચનો ટુકડો નીકળવાના ગંભીર બનાવ બાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શાળા તંત્ર સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. શાળામાં બાળકોના આરોગ્ય સાથે થયેલા ખીલવાડને ગંભીરતાથી લઈને DEO દ્વારા કેન્ટીન સંભાળતા જવાબદાર વ્યક્તિને તાત્કાલિક સસ્પેન્ડ કરવાનો અને તેમની સામે પોલીસ ફરિયાદ નોંધાવવાનો સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે.

શાળાની કેન્ટીન તુરંત અસરથી બંધ કરી દેવાનો આદેશ

DEO દ્વારા આનંદ નિકેતન શાળાની કેન્ટીન તુરંત અસરથી બંધ કરી દેવાનો આદેશ કરાયો છે. શાળા સંચાલકોને કડક સૂચના આપવામાં આવી છે કે જો તેમની પાસે FSSAIનું માન્ય લાયસન્સ હોય તો તે તાત્કાલિક રજૂ કરવામાં આવે. યોગ્ય તપાસ અને FSSAI ની મંજૂરી મળ્યા બાદ જ કેન્ટીન પુનઃ શરૂ કરી શકાશે. તે સિવાય કેન્ટીન શરૂ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

તમામ શાળાઓની કેન્ટીનની તપાસ થશે

આ ઘટના બાદ અમદાવાદ DEO એ તમામ શાળાઓ માટે પણ મહત્વપૂર્ણ આદેશો જાહેર કર્યા છે. હવેથી દરેક શાળા માટે કેન્ટીન ચલાવવા માટે ફૂડ સેફ્ટીનું સર્ટિફિકેટ રાખવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની સુરાક્ષા સુનિશ્ચિત કરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા સમયાંતરે તમામ શાળાઓની કેન્ટીનોમાં સરપ્રાઈઝ ચેકિંગ અને તપાસ હાથ ધરવામાં આવશે. DEO ના આ કડક વલણથી બેદરકાર શાળા સંચાલકોમાં ભારે ફાળ પડી છે.


Related Posts

Load more