હવે ટુંક સમયમાં એટીએમ મશિનમાંથી પ્લાસ્ટિકની નોટ તમને મળવાની શરૂ થશે. જો બધુ આયોજન પ્રમાણે ચાલ્યું તો પ્લાસ્ટિક પોલિમર નોટનો ઉપયોગ થશે. આ પ્રયોગ શરૂ કરવા માટે આરબીઆઇ રિઝર્વ બેંક દ્વારા આયોજન કરાયું છે. આ આયોજનને જમીની સ્તર સુધી લઇ જવા માટે હજુ ઘણા આયોમો પર કામ કરવું પડશે.
એક મોટી સરકારી બેંકના સિનિયર અધિકારએ જણાવ્યું કે, રિઝર્વ બેક ઓફ ઇન્ડિયાને પોલિમર નોટ લાવવા માટે ઘણો ખર્ચો થશે કારણ કે એટીએમમાં કેશ રાખવા માટેની સિસ્ટમ બદલવી પડશે. બેંકરનું કહેવું છે કે, સિસ્ટમ બદલ્યા વગર પોલિમર નોટ એટીએમ મશીનમાં દાખલ કરી નહી શકાય. આનો અર્થ છે કે બેંકોએ આ માટે વધુનો ખર્ચ કરવો પડશે. જો કે એ હજી નક્કી નથી થયું કે બેંકોને આ મામલે કેટલો ખર્ચ થશે.
નામ ન જણાવવાની શર્તે જણાવ્યું કે એટીએમ મશીનમાં સિસ્ટમ બદલવા માટેનો ખર્ચ 2 લાખ રૂપિયા છે. આ સિસ્ટમ ભારતમાં બનતી નથી એટલા મશીનમાં કેવી રીતે બદલાવ કરવો ખર્ચો કેટલો થશે તે અંગે ચર્ચા કરવી પડશે. બેકરના જણાવ્યા પ્રમાણે પોલિમર નોટને પ્રાથમિક ધોરણે ઇમ્પલીમેન્ટ કરવા માટેનો ખર્ચ ઘણો થશે. પહેલા જ્યારે નોટોની સાઇઝ બદલવામા આવી ત્યારે એટીએમના સિસ્ટમના બોક્સને બદલવામાં અંદાજે એક વર્ષ લાગ્યું હતું એટીએમમાં બોક્સની સિસ્ટમની રચના એવી હોય છે કે તેમા અલગ અલગ ચલણની નોટો રાખવામા આવે છે.
જો નોટો બદલવાના આયોજન પ્રમાણે ચાલશે તે એકાદ વર્ષમાં પ્લાસ્ટિકની નોટો મશિનોમાં મુકવામાં આવશે. આરબીઆઇ ગવર્નરના જણાવ્યા પ્રમાણે શરૂઆતમાં આ પ્લાસ્ટિકની નોટોનું પાયલટ પરિક્ષણ કરવામાં આવશે. જો પાયલટ પરિક્ષણમાં યોગ્ય રીતે કામ કરશે તો તેને ધીર ધીરે આગળ વધારવામાં આવશે. હાલ તો પોલિમર કાગળ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે તે પ્રક્રિયા પુર્ણ થયા પછી પદ્ધતિ સર કામ કરવામાં આવશે. ઘણા ચરણોમાં આ પ્રક્રિયા પર કામ કરવામાં આવશે.
પોલિમર નોટોનો ઉદ્દેશ બે ધોરણે તૈયાર કરવામાં આવ્યો છે. પોલિમોર નોટની લાઇફ ટકાઉ ગણાય છે. કાગળની નોટો એક હાથમાંથી બીજા હાથમાં જ્યારે ફરતી રહે ત્યારે ઝડપથી ખરાબ થતી હોય છે. પોલિમોરની નોટ કાગળની નોટો કરતા 4 ગળી વધારે ટકાઉ હતી.અર્થવ્યવસ્થાની દ્રષ્ટીએ ચલણી નોટની ક્ષમતા વધવી ખૂબ જરૂરી છે.