વિદ્યાર્થીઓ મુદ્દે સંસદમાં સંબોધન કરશે અમિત શાહ , વિપક્ષ પછી ચર્ચાથી ભાગે નહી – કિરેન રિજિજુ

By: Nation Gujarat Team
10 Aug, 2026

વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન અને પ્રદર્શન કર્મીઓ સામે પોલીસ કાર્યવાહી અંગે ચાલી રહેલા સંસદીય ગતિરોધ વચ્ચે, સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ સરકારનું વલણ સ્પષ્ટ કર્યું. તેમણે જણાવ્યું હતું કે સરકાર વિદ્યાર્થી વિરોધ પ્રદર્શન અને પોલીસ કાર્યવાહીના દરેક પાસાઓ પર સંસદમાં વિગતવાર ચર્ચા કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે, જેમાં વિદ્યાર્થી વિરોધનો પણ સમાવેશ થાય છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ગૃહમંત્રી અમિત શાહ આ મુદ્દા પર વ્યક્તિગત રીતે જવાબ આપશે, કારણ કે વિપક્ષ માંગ કરી રહ્યું છે.

સમાચાર એજન્સી ANI સાથે વાત કરતા કિરેન રિજિજુએ કહ્યું, “સરકાર નિયમો અને પરંપરાઓ અનુસાર વિદ્યાર્થીઓના આંદોલન અને તેનાથી સંબંધિત તમામ પ્રવૃત્તિઓ પર સંસદમાં વિગતવાર ચર્ચા કરવા તૈયાર છે.”સંસદીય બાબતોના મંત્રીએ કોંગ્રેસ સહિત વિપક્ષને અપિલ કરી છે જ્યારે સંસદમાં ગૃહમંત્રી કે સરકાર તરફથી સંબોધવામાં આવે તો વિપક્ષ હંગામો કરી અડચણ પેદા ન કરે.

કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ મીડિયાને સંબોધન કરતાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન પર વિપક્ષ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે ગૃહમંત્રી અમિત શાહ સંસદમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન પર નિવેદન આપશે અને સંપૂર્ણ ચર્ચાનો જવાબ પણ આપશે.રિજિજુએ જણાવ્યું હતું કે સરકારે બિઝનેસ એડવાઇઝરી કમિટીની બેઠકમાં સ્પષ્ટ કર્યું હતું કે તે વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન પર વ્યાપક ચર્ચા માટે સંપૂર્ણપણે તૈયાર છે. સરકાર વિપક્ષ જે પણ પ્રશ્નો ઉઠાવવા માંગે છે તેનો જવાબ આપવા તૈયાર છે.

દિલ્હી અને અન્ય સ્થળોએ વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સામે પોલીસ બળના કથિત ઉપયોગ અંગે વિપક્ષી પાર્ટીઓ સંસદમાં ગૃહમંત્રી અમિત શાહ પાસેથી જવાબો અને સ્પષ્ટતાની માંગ કરી રહી છે.વિપક્ષ સંસદના બંને ગૃહો (લોકસભા અને રાજ્યસભા) માં કેન્દ્રીય ગૃહમંત્રીની હાજરી અને તેમના નિવેદનની માંગણી સાથે સતત હંગામો કરી રહ્યું છે અને સૂત્રોચ્ચાર કરી રહ્યું છે, જેના કારણે કાર્યવાહી વારંવાર ખોરવાઈ રહી છે.સરકારનું કહેવું છે કે તે વિદ્યાર્થીઓ અને તેમની ચિંતાઓ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવાથી પાછળ હટી રહી નથી, પરંતુ આ માટે વિપક્ષે સંસદીય નિયમો મુજબ ચર્ચામાં ભાગ લેવો પડશે.


Related Posts

Load more