સલમાન ખાનને થોડા દિવસ પહેલા દેખાયો ત્યારે ફેન્સને તેનુ વજન ઓછુ થઇ ગયું હોવાનું દેખાયું હતું, સો.મીડિયા સહિત તેના ફેન્સમાં ચર્ચાઓ શરૂ થઇ ગઇ કે શું સલમાન ખાનની તબીયત બગડી છે કે શું. સલમાન ખાનના સ્વાસ્થયને લઇ ચાલતી વિવિધ વાતોને લઇ તેને સ્પષ્ટતા કરી કે તેણે 16 કિલો વજન ઓછુ કર્યુ છે. સલમાન ખાન તેના ભાઇ સોહેલ ખાનના એક ટીવી શોમાં ગયા હતા. સલમાન જ્યારે સોહલને મળ્યા ત્યારે સોહેલ ખાનને કહ્યુ કે તે ઘણુ વજન ઉતારી દીધુ છે અને સોહેલ કહ્યુ કે તેણે 12 કિલો વજન ઉતાર્યુ છે. ત્યારે સલમાન ખાને પણ કહ્યુ કે મે પણ 16 કિલો વજન ઉતાર્યુ છે. સલમાન ખાનની આ વાત સાંભળીને તેના ફેન્સ ચોકી ગયા.
અગાઉ બોલીવુડના સ્ટાર એકટર ગણાતા સલમાન ખાતનને જ્યારે સ્પોટ કરવામાં આવ્યો ત્યારે તેને જોઇ તેના ફેન્સ તેના સ્વાસ્થયને લઇ જાત જાતની વાત કરતા જોવા મળ્યા એટલુ જ નહી સો.મીડિયામાં પણ તેના સ્વાસ્થય વિષે એક નવો આધ્યાય શરૂ થઇ ગયો હોય તેમ લાગતું હતું સલમાન ખાન આમ તો સો.મીડિયામાં ઘણો એક્ટીવ જોવા મળે છે. હાલમાં જ તેણે જીમમાં કસરત કરતો તેનો ફોટો સો.મીડિયમાં મુક્યો હતો. ફોટો શેર કરીને લખ્યુ હતું કે સલમાન ખાન ડરી ગયો અને જે ડરી ગયો તે મરી ગયો….
સલમાન ખાનની છેલ્લે સિંકદર ફિલ્મમાં જોવા મળ્યો હતો જે વર્ષ 2025માં રિલિઝ થઇ હતી. આ ફિલ્મ કઇ ખાસ ચાલી ન હતી. હાલ તો સલમાન ખાનની ફિલ્મ રાજા શિવાજી આવી રહી છે તેમજ માતૃભૂમિ પણ આવી રહી છે તેની સાથે આ ફિલ્મમાં ચિત્રાગંદા સિંહ લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મનું નામ પહેલા બૈટલ ઓફ ગલવાન હતું પરંતુ નામ બદલીને માતૃભૂમિ કરવામાં આવ્યું. આ ફિલ્મના ઘણા ગીતો રીલીઝ કરી દેવામાં આવ્યા છે. જો કે હાલ આ ફિલ્મની કોઇ રિલિઝ તારીખ સામે આવી નથી. આ ફિલ્મ ને જોવા સલમાન ખાનના ફેન્સ આતુરતાથી રાહ જોઇ રહ્યા હશે.
આ સિવાય સલમાન ખાન બીગ બોસ સિરિયલમાં પણ જોવા મળશે. બીગ બોસનો આ વખતે 20મો શો હશે. બીગ બોસ સલમાન ખાનને કારણે વધુ લોકપ્રિય રહ્યો છે તેમ તેના ફેન્સ કહી રહ્યા છે. હવે જોવાનું એ છે કે આ સિઝનમાં કઇ હસ્તીઓ આવશે.