બિહારની જનતાએ ભાજપને સંદેશ આપ્યો, જેટલી ગુજરાતની ચિંતા છે એટલી મોદીજીને બહિરાની પણ થવી જોઇએ – પ્રશાંત કિશોર

By: Nation Gujarat Team
03 Aug, 2026

પ્રશાંત કિશોર પેટા ચૂંટણીમાં ભવ્ય જીત તરફ આગળ વધી રહ્યા છે ત્યારે તેમને મીડિયાને જણાવ્યું છે કે, ધર્મ જાતિ અને 5 કિલો અનાજથી ઉપર ઉઠવા માટે તેમજ બહિરાના લોકોને નોકરી માટે બહાર ન જવા માટે મત પડયા છે. બિહારમાં ભાજપ કોઇ સારા નેતાને મુખ્યમંત્રી બનાવે. બિહાર એક સારા નેૃત્વની માંગ કરી રહ્યુ છે. ભાજપના કેન્દ્રના નેતૃત્વને બિહારની જનતાએ સંદેશ આપ્યો છે મારી જીત થશે તો આ સ્પષ્ટ મેસેજ હશે. બાંકીપુરના લોકોએ બિહારના વિકાસ માટે મત આપ્યો છે લોકશાહિમાં હાર જીત થતી રહે. બહિરામાં જાતિ ધર્મના નામે મત ન માંગવામાં આવે, ગુજરાતને જ બધુ મળે તે ન ચાલે ગુજરાતની જેટલી ચિંતા તેમને છે તેટલી ચિંતા બિહારની પણ થવી જોઇએ. ભાજપે બહિરામાં રોજગાર લાવે, લોકોને નોકરી માટે ન બહાર જવુ પડે તે જોવુ જોઇએ. મારી લડાય કોઇ વ્યક્તિ સામે નથી. અપરાધીને કોઇ રાજા બનાવે તો તે રાજ્યનો વિકાસ ન થાય. બધી સુવિધા ગુજરાતના લોકોને મળશે તો બીજા લોકો  શું કરશે , ગુજરાતના લોકો મેટ્રોમાં જાય તો અમને કમસે કમ બસ તો મળવી જોઇએ. બિહારના લોકોનો જન્મ ફરત મજુરી કરવા માટે નથી થયો. બાંકીપુરની જનતાએ આજે સ્પષ્ટ સંદેશ આપ્યો છે.

રાજનીતી છે અને લોકશાહીમાં ચૂંટણીમાં હાર જીત થાય છે જે લોકોએ અમને મત આપ્યા છે તેમનો આભાર માનું છું. જે લોકોએ અમને મત નથી આપ્યો તેમનો વિશ્વાસ જીતવા અમે સતત પ્રયાસ કરીશું. બિહાર સુધરવું જોઇએ મોદીજી બિહારમાં વધુ સારો વિકાસ કરે તેવી આશા છે. જો 25 સાંસદ ગુજરાતથી જીતને ગયા છે, પ્રધાનમંત્રી બનાવવા ગુજરાતના લોકોએ યોગદાન આપ્યુ છે તો બિહારના પણ 13 કરોડ લોકોએ આંખ બંધ કરીને તેમને મત આપ્યા છે. જેટલી ચિંતા તેમને ગુજરાતની છે તો થોડી ચિંતા બિહારની પણ કરવી જોઇએ.

પ્રશાંત કિશોરે જણાવ્યું હતું કે આ જીત પછી, તેમની પહેલી પ્રાથમિકતા બાંકીપુરના લોકો દ્વારા તેમના પર આપવામાં આવેલા આશીર્વાદ અને વિશ્વાસનું સન્માન કરવાની રહેશે. તેમણે કહ્યું કે તેઓ બાંકીપુરને સુધારવા માટે શક્ય તેટલું બધું કરશે, અને આગામી બે થી ત્રણ મહિનામાં ફેરફારો દેખાશે. તેઓ મોટા મોટા વચનો આપવા માંગતા ન હતા. ધારાસભ્ય તરીકે તેમની ચૂંટણી બાંકીપુરને રાતોરાત બેંગલુરુમાં ફેરવી દેશે નહીં, પરંતુ આગામી બે થી ત્રણ મહિનામાં કેટલાક સુધારા ચોક્કસપણે દેખાશે.

પ્રશાંત કિશોરે કહ્યું કે જો ભાજપ સમ્રાટ ચૌધરીને બદલીને કુશવાહા સમુદાયના બીજા કોઈ નેતાને મુખ્યમંત્રી બનાવવા માંગે છે, તો તે સંપૂર્ણપણે તેમનો નિર્ણય છે, અને તેમને તેની સામે કોઈ વાંધો નથી. જોકે, તેમણે ઉમેર્યું કે જેને પણ પસંદ કરવામાં આવે તે કુશવાહા સમુદાયનો સક્ષમ અને પ્રામાણિક વ્યક્તિ હોવો જોઈએ. પ્રશાંત કિશોરે વધુમાં કહ્યું કે બિહારે દરેક કિંમતે આગળ વધવું જોઈએ અને વિકાસ કરવો જોઈએ. ચૂંટણી કોણ જીતે છે કે કયો પક્ષ સરકાર બનાવે છે તેનાથી કોઈ ફરક પડતો નથી. આ લોકશાહી છે. ચૂંટણીઓ જીતે છે અને હારાય છે. સૌથી મહત્વની બાબત બિહારનો વિકાસ છે.


Related Posts

Load more